વર્લ્ડ કપ 2023: જીતવા માટે દક્ષિણ આફ્રિકા ઝઝમ્યું, અંતે એક વિકેટે પાકિસ્તાનને હરાવ્યું
ચેન્નઈઃ પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની આજની વન-ડે મેચમાં જોરદાર રસાકસી રહી હતી, જેમાં પાકિસ્તાનના ઓપનર ધબડકા પછી મિડલ ઓર્ડરે મજબૂત બેટિંગ કરી હતી. પાકિસ્તાને પહેલી બેટિંગમાં 270 રન બનાવીને આફ્રિકાને જીતવા માટે 271 રનનો સ્કોર કર્યો હતો, જેમાં બીજી ઈનિંગમાં દક્ષિણ આફ્રિકાના બેટરોએ શરુઆત સારી કરી હતી, પરંતુ તબક્કાવાર વિકેટ પડ્યા પછી મિડલ ઓર્ડરમાં ધબડકો થયો હતો, જેમાં એક તબક્કે નવ વિકેટ પડ્યા પછી છેલ્લી ઓવર સુધી આફ્રિકાને જીતવા માટે ઝઝમવું પડ્યું હતું.
બીજી ઈનિંગમાં 271 રનનો સ્કોર અચીવ કરવા આવેલી દક્ષિણ આફ્રિકાની ટીમમાં એડન માર્કમે 93 બોલમાં 91 રનની મજબૂત ઈનિંગ રમ્યો હતો, જેમાં ત્રણ સિક્સર અને સાત ચોગ્ગા માર્યા હતા, જ્યારે એના સિવાય ડેવિડ મિલરે 33 બોલમાં 29 રન, કવીન્ટન ડી કોકે 14 બોલમાં 24 રન, ડસેન 39 બોલમાં 21 રન કર્યા હતા. આ ઉપરાંત, અન્ય બેટર નિષ્ફળ રહ્યા હતા. 272 રનનો સ્કોર 47.2 ઓવરમાં દક્ષિણ આફ્રિકાએ કર્યો હતો, જેમાં એક વિકેટે પાકિસ્તાનને હરાવ્યું હતું.
દક્ષિણ આફ્રિકાની પહેલી વિકેટ 34 રને ડીકોકના સ્વરુપે પડી હતી, ત્યારબાદ બીજી વિકેટ 67 રને, ત્રીજી વિકેટ 121 અને ચોથી વિકેટ 136 રને પડી હતી, ત્યારબાદ 200 પાર થયા પછી છઠ્ઠી વિકેટ પડી હતી. મિલરની પાંચમી વિકેટ 206 રને તથા 235 રનના સ્કોરે જેન્સનની વિકેટ પડી હતી. માર્કમ અને કોટઝીની વિકેટ 250 રનના સ્કોરે પડવાને કારણે દક્ષિણ આફ્રિકા દબાણમાં આવ્યું હતું. નવમી વિકેટ (લુંગી નગિડી 14 બોલમાં) ચાર રને પડી હતી. 16 બોલ બાકી રહ્યા હતા ત્યારે કેશવ મહારાજ તબરેઝની ભાગીદારીથી આફ્રિકાને જીતાડ્યું હતું. બીજી બાજુ પાકિસ્તાન વતીથી સૌથી વધુ વિકેટ શાહીન આફ્રિદી (3), મહોમ્મદ વાસીમ, ઉસામા મીરે લીધી હતી, જ્યારે હારીસ રઉફે બે વિકેટ લીધી હતી.