સ્પેશિયલ ફિચર્સ

ક્યાં ક્યાં એક્સેસ થઈ રહ્યું છે તમારું WhatsApp Account આ રીતે ચેક કરો…

વોટ્સએપ એ આજના સમયમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ બની ગઈ છે. દુનિયાભરમાં કરોડો લોકો આ એપનો ઉપયોગ કરે છે. ટેક્નોલોજી જેટલી આગળ વધી રહી છે એટલા જ તેના દુષ્પરિણામો પણ જોવા મળી રહ્યા છે. એક વોટ્સએપ એકાઉન્ટ ચાર અલગ અલગ ડિવાઈસ પર લિંક કરી શકાય છે એ વાત તો આપણે જાણીએ છીએ. પરંતુ આને કારણે વોટ્સએપ એકાઉન્ટનો મિસ યુઝ થવાની શક્યતા વધી જાય છે. આવી સ્થિતિમાં અમે અહીં તમને એક એવી ટ્રીક વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેની મદદથી તમે ખૂબ જ સરળતાથી જાણી શકશો કે તમારું વોટ્સએપ એકાઉન્ટ ક્યાં ક્યાંથી એક્સેસ કરાઈ રહ્યું છે-

વોટ્સએપ એક સાથે મલ્ટિપલ ડિવાઈઝમાં યુઝ કરી શકાય છે અને આ જ કારણે તમારા એકાઉન્ટનો દુરુપયોગ થવાની શક્યતા વધી જાય છે. આજે અમે અહીં તમને એક એવી ટ્રીક વિશે જણાવવા જઈ રહ્યા છીએ ક જેની મદદથી તમે સરળતાથી આ વાતની જાણકારી મેળવી શકો છો.

આ પણ વાંચો: સાવધાન ! વોટ્સએપ પર ચાલી રહ્યું છે મોટું સ્કેમ, ફોટો- વિડીયો ડાઉનલોડ કરતા જ થઇ જશે બેંક એકાઉન્ટ ખાલી

વોટ્સએપમાં જ એક ફીચર આપવામાં આવ્યું છે જેની મદદથી તમે ખૂબ જ સરળતાથી આ જાણી શકો છો. ચાલો જોઈએ શું છે આ ફીચર-

⦁ સૌથી પહેલાં તો વોટ્સએપ ઓપન કરો અને ઉપરની તરફ જમણી બાજુ તમને ત્રણ ડોટ દેખાશે

⦁ આ ત્રણ ડોટ પર ક્લિક કરશો તો એની સાથે જ અનેક ઓપ્શન તમારી સામે પોપ અપ થશે

⦁ આ ઓપ્શનમાં તમારે લિંક્ડ ડિવાઈઝના ઓપ્શન પર ક્લિક કરવું પડશે

⦁ જેવું તમે આ ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારું કામ થઈ ગયું સમજો

⦁ તમારી સામે એક લિસ્ટ ઓપન થશે જેમાં તમારું એકાઉન્ટ ક્યાં ક્યાં લિંક્ડ કરવામાં આવ્યું છે એની તમામ માહિતી સામે આવી જશે

⦁ જો આ લિસ્ટમાં કોઈ અજાણ્યું ડિવાઈસ દેખાય તો સમજી જાવ કે કોઈ વ્યક્તિ તમારું એકાઉન્ટ એક્સેસ કરી રહ્યું છે

⦁ આ ડિવાઈસને રિમૂવ કરવા માટે તેના નામ પર ક્લિક કરીને ત્યાંથી એકાઉન્ટ લોગ આઉટ કરી લો

છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના લોકો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ વધારો કરજો હં ને? આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button