આપણું ગુજરાત

પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા: આજથી કોલ લેટર ડાઉનલોડ કરવાની પ્રક્રિયા શરૂ, 200 ગુણની રહેશે પરીક્ષા!

અમદાવાદ: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આગામી 15મી જૂનના રોજ લેવાનાર લોકરક્ષક (કોન્સ્ટેબલ)ની લેખિત પરીક્ષાના કોલલેટર આજથી ડાઉનલોડ કરી શકાશે. ઉમેદવારોએ લેખિત પરીક્ષાના કોલલેટર https://ojas.gujarat.gov.in/Preference.aspx?opt=LUbWdmhKlwjaHr/CUNi26A== ઉપરથી ડાઉનલોડ કરવાના રહેશે. પોલીસ ભરતી બોર્ડ દ્વારા આ અંગે માહિતી આપવામાં આવી છે.

આજથી કોલલેટર ડાઉનલોડ થશે
લોકરક્ષક કેડરની આગામી તા. 15 જૂન, 2025 ના રોજ યોજાનારી લેખિત પરીક્ષાના કોલ લેટર આજ રોજ બપોરના 1 વાગ્યાથી ઉપલબ્ધ કરી દેવામાં આવ્યા છે. ઉમેદવારો તેમના કોલ લેટર https://ojas.gujarat.gov.in/Preference.aspx?opt=LUbWdmhKlwjaHr/CUNi26A== વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકશે. પોલીસ ભરતી બોર્ડે સંબંધિત ઉમેદવારોને આ અંગે નોંધ લેવા વિનંતી કરી છે. પરીક્ષા માટે જતા પહેલા તમામ ઉમેદવારોએ તેમના કોલ લેટર ડાઉનલોડ કરીને તેની પ્રિન્ટ કાઢી લેવી આવશ્યક છે.

લેખિત પરીક્ષા કુલ 200 ગુણની રહેશે
ઉલ્લેખનીય છે કે લોકરક્ષક દળ (પોલીસ કોન્સ્ટેબલ) ની ભરતી માટેની લેખિત પરીક્ષા કુલ 200 ગુણની રહેશે, જેમાં 200 બહુવિકલ્પ પ્રશ્નો (MCQ) પૂછવામાં આવશે અને તેના માટે 3 કલાક (180 મિનિટ) નો સમય મળશે. આ પરીક્ષા બે ભાગમાં વિભાજિત હશે: ભાગ-A (Part-A) અને ભાગ-B (Part-B). જે અંતર્ગત ભાગ-A કુલ 80 ગુણનો રહેશે. તેમાં 80 MCQ પ્રશ્નો પૂછવામાં આવશે. આ ભાગમાં ઉત્તીર્ણ થવા માટે ઓછામાં ઓછા 40% ગુણ મેળવવા ફરજિયાત છે.

આ પણ વાંચો -‏‏‎ વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો! રમકડાનો LED બલ્બ ગળી ગયું નવ માસનું બાળક, 19 દિવસ બલ્બ રહ્યો અંદર

ભાગ-A નો અભ્યાસક્રમ (બોક્સ બનાવવું)

| ક્રમ | વિષય | ગુણ |
| 1 | રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન | 30|
| 2 | ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ | 30|
| 3 | ગુજરાતી ભાષાનું કમ્પ્રીહેન્સન | 20|
| | કુલ | 80|

ભાગ-B 120 ગુણનો રહેશે અને તેમાં 120 MCQ પ્રશ્નો પૂછવામાં આવશે. આ ભાગમાં પણ ઉત્તીર્ણ થવા માટે ઓછામાં ઓછા 40% ગુણ મેળવવા ફરજિયાત છે.

ભાગ-B નો અભ્યાસક્રમ (બોક્સ બનાવવું)
| ક્રમ | વિષય | ગુણ |
| 1 | ભારતનું બંધારણ | 30 |
| 2 | કરંટ અફેર્સ, વિજ્ઞાન અને ટેકનોલોજી, સામાન્ય જ્ઞાન | 40 |
| 3 | ગુજરાત અને ભારતના ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ | 50 |
| | કુલ | 120 |

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button