આમચી મુંબઈ

વેકેશનના છેલ્લાં રવિવારની મજા બગાડશે રેલવે, બહાર નીકળતા પહેલાં વાંચી લેજો આ સમાચાર…

મુંબઈ: દર રવિવારની જેમ જ આ રવિવારે પણ ટ્રેક અને સિગ્નલ મેઈન્ટેનન્સના કામકાજ માટે મુંબઈની ત્રણેય લાઈન પર મેગા બ્લોક હાથ ધરવામાં આવશે, જેને કારણે મુંબઈ ફરવા કે શોપિંગ માટે નીકળનારા મુંબઈગરાને હાલાકીનો સામનો કરવો પડી શકે છે. જો તમે પણ આવતીકાલે બહાર નીકળવાનું વિચારી રહ્યા છો તો પહેલા આ સમાચાર ચોક્ક્સ વાંચી લો, જેથી તમને મુશ્કેલીમાં મુકાવવાનો વારો ન આવે.

મધ્ય રેલવે પર સવારે 8 વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધી થાણે અને વિદ્યાવિહાર સ્ટેશન વચ્ચે પાંચમી અને છઠ્ઠી લાઈન પર બ્લોક હાથ ધરવામાં આવશે. બ્લોકના સમય દરમિયાન અપ ડાઉન મેલ એક્સપ્રેસ ટ્રેનો અપ ડાઉન ફાસ્ટ લાઈન પર દોડાવવામાં આવશે, જેને કારણે લોકલ ટ્રેનો 15થી 20 મિનિટ મોડી પડશે. આ ઉપરાંત બ્લોકને કારણે 15 જેટલી એક્સપ્રેસ ટ્રેનો પર અસર જોવા મળશે, એવી માહિતી પણ મધ્ય રેલવેના અધિકારીઓ દ્વારા આપવામાં આવી છે.

હાર્બર લાઈન પર સવારે 11 વાગ્યાથી 4 વાગ્યા સુધી પનવેલ અને વાશી સ્ટેશન વચ્ચે અપ ડાઉન લાઈન પર બ્લોક હાથ ધરવામાં આવશે. આ સમય દરમિયાન સીએસએમટી-પનવેલ, બેલાપુર અને થાણે-પનવેલ વચ્ચે ટ્રેનવ્યવહાર સંપૂર્ણપણે બંધ રહેશે. બ્લોકના સમય દરમિયાન સીએસએમટીથી વાશી, થાણેથી વાશી, નેરુલ, બેલાપુર અને નેરુલ- ઉરણ વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે.

પશ્ચિમ રેલવે પર સવારે 10.30 વાગ્યાથી બપોરે 3.30 કલાક સુધી ચર્ચગેટથી મુંબઈ સેન્ટ્રલ વચ્ચે અપ ડાઉન સ્લો લાઈન પર બ્લોક હાથ ધરાશે. બ્લોકના સમય દરમિયાન અપ ડાઉન સ્લો લોકલ ચર્ચગેટ વચ્ચે અપ ડાઉન ફાસ્ટ લાઈન પર દોડાવવામાં આવશે, જેને કારણે લોકલ ટ્રેન પોતાના નિર્ધારિત સમય કરતા 15થી 20 મિનિટ મોડી દોડશે.

આ પણ વાંચો -‏‏‎ ‘છત્રપતિ શિવાજી મહારાજ સર્કિટ ટ્રેન’ને જબરદસ્ત પ્રતિસાદ, આ તારીખે થશે રવાના

આવતીકાલે વેકેશનના છેલ્લા રવિવારે જો તમે પણ મુંબઈ દર્શન કે શોપિંગનો પ્લાન બનાવી રહ્યા હોવ તો આ સમાચારને ધ્યાન રાખીને બનાવજો, જેથી તમારે હાલાકી ન ભોગવવી પડે. આ માહિતી તમારા મિત્રો અને પરિવારના લોકો સાથે ચોક્કસ શેર કરજો. આવા જ બીજા મહત્વના સમાચાર જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button