મહેસાણામાં સગીર દીકરી સાથે દુષ્કર્મ કરનાર પિતાને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

મહેસાણાઃ સંબંધો અત્યારે સાવ મરી પરવાર્યા હોય તેવી ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. મહેસાણામાં એક સગીરા સાથે તેના જ પિતાએ દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની હતી. કોર્ટે પોક્સો એક્ટ હેઠલ આ દુષ્કર્મી પિતાને આજીવન કારાવાસની સજા ફટકારી છે. ઘટનાની વાત કરાવમાં આવે તો, મહેસાણામાં આવેલી એક આયુર્વેદિક કોલેજમાં બાગ-બગીચાની જાળવણીનું કામ કરવા માટે એક પરિવાર રાખેલો હતો. આ પરિવારની દીકરી સાથે તેના સગા પિતાએ દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની હતી. ઘટનાની ગંભીરતાને લેતો પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
દીકરી સાથે તેના સગા પિતાએ દુષ્કર્મ આચર્યું હતં
ઉત્તર પ્રદેશના આ પરિવારને આયુર્વેદિક કોલેજમાં બાગની જાળવણીનું કામ કરવા માટે રાખેલો હતો. આ સમગ્ર ઘટના 19 માર્ચ 2023ના રોજ બની હતી. જે કેસમાં કોર્ટે હવે સજા ફટકારી છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે સગીરા દીકરી કોલેજ પાસેની ઓરડીમાં રહીને રસોઈનું કામ કરતી હતી તે દરમિયાન પિતાએ પુત્રી પર દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે એક વર્ષ બાદ જ્યારે દીકરીને પેટમાં દુઃખાવો થતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યારે સમગ્ર ગુનાનો પર્દાફાશ થયો હતો.
આ પણ વાંચો - જૂનાગઢના ટોપ બુટલેગર ધીરેન કારીયા વિરુદ્ધ GCTOC હેઠળ કડક કાર્યવાહી, 50 લાખની રોકડ જપ્ત
આ કેસમાં 2024માં નોંધાઈ હતી પોલીસ મથકમાં ફરિયાદ
વધારે વિગતે વાત કરવામં આવે તો, હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે, તે દીકરી ગર્ભવતી છે. જ્યારે સગીરાને આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે પિતાએ આ કૃત્ય કર્યું હોવાનું જણાવ્યું હતું. તે પહેલા પણ માતાને મારી નાખવાની ધમકી આપીને શારીરિક અડપલા પણ કર્યાં હતા. આ સમગ્ર કેસમાં 12 એપ્રિલ 2024ના રોજ લાંઘણજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. કોર્ટેમાં કુલ 12 સાક્ષાઓની જુબાની બાદ સજા ફટકારવામાં આવી છે.
કોર્ટે આરોપી પિતાને પોક્સો કલમ 4(2) હેઠળ આજીવન કેદ અને રૂપિયા 10 હજાર દંડ, કલમ 6 હેઠળ આજીવન કેદ અને રૂપિયા 5 હજાર દંડ તથા IPC કલમ 506(2) હેઠળ બે વર્ષની કેદ અને રૂપિયા 1 હજાર દંડની સજા ફટકારી છે. સાથે સાથે પીડિતાને રૂપિયા 5 લાખનું વળતર આપવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે.