મનોરંજન

“જ્યાં જોઉં છું, ત્યાં બસ ચોર જ દેખાય છે” સિંગર સુનંદા શર્મા સાથે લંડનમાં થઈ ચોરી, વીડિયોમાં વ્યક્ત કરી વેદના

લંડન: પરદેશમાં ભારતીયો સાથે મારામારી અને લૂંટ જેવી ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે. જેમાં હવે સેલિબ્રિટી પણ બાકાત નથી. પંજાબી ગાયિકા સુનંદા શર્મા સાથે પણ કંઈક આવું જ બન્યું છે. લંડન ખાતે ગયેલી સુનંદા શર્માની જેગુઆર કાર સાથે તોડફોડ કરીને કેટલાક લોકો તેનો સામાન ચોરી ગયા છે. આ ઘટનાને લઈને ગાયિકા સુનંદા શર્માએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને પોતાની વેદના વ્યક્ત કરી છે.

સુનંદાની બે લક્ઝરી બેગ ચોરાઈ

ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા વીડિયોમાં સુનંદાએ પોતાની કારના તૂટેલા કાચના ટુકડા બતાવ્યા છે. નુકસાન થયું હોવા છતાં પણ તે વીડિયોમાં હસતા ચહેરા સાથે નજરે પડે છે. વીડિયોમાં તે જણાવે છે કે, ગાડીમાંથી તેના બે મોંઘા બેગ પણ ચોરાઈ ગયા છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં સુનંદા શર્મા પોતાની કાર તરફ ઈશારો કરી પોતાને કેટલું નુકસાન થયું છે અને કેવી રીતે બધુ વેરવિખેર થઈ ગયું છે એ બતાવે છે. સુનંદાએ જણાવ્યું કે, મારા બે લુઈ વઈટન બેગ, એક સુટકેસ અને એક હેંડબેગ મેં મારી મહેનતના પૈસાથી ખરીદી હતી. બધું જ ચોરાઈ ગયું. બંને બેગ મને ગમતા હતા. બધું જ ચાલ્યું ગયું.

સુનંદાએ વીડિયોમાં વ્યક્ત કરી વેદના

વીડિયોમાં પોતાની નિરાશા વ્યક્ત કરવાની સાથોસાથ સુનંદાએ લંડનની સુરક્ષા વ્યવસ્થા અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેણે અધિકારીઓ પાસે કડક કાર્યવાહી કરવાનો આગ્રહ કર્યો છે.

આ પણ વાંચો -‏‏‎ ‘તિરચી ટોપીવાલે’ ગીતવાળી અભિનેત્રીના બોલ્ડ ફોટોશૂટ માટે મમ્મીએ થપ્પડ મારી હતી, કોણ હતી?

વીડિયોની સાથોસાથ સુનંદાએ લખ્યું હતું કે, જ્યાં પણ જોઉં છું, મને ચોર જ ચોર દેખાય છે. યુકેના લોકો આ બરાબર નથી, સાચુ ને? મને આખી રાત ઉંઘ નથી આવી, મારા રાજાઓ. હવે શું એલવી, શું પ્રાદા? બધું જ ચાલ્યું ગયું, બધું ચાલ્યું ગયું, બધું ચાલ્યું ગયું. પરંતુ આમપણ, કદાચ હું કોઈ અન્ય ખરાબ વસ્તુથી બચી ગઈ.”

ઉલ્લેખનીય છે કે, વર્ષની શરૂઆતમાં સુનંદાએ મ્યુઝિક પ્રોડ્યુસર પિંકી ધાલીવાલ સામે FIR નોંધાવી હતી. ત્યારબાદ પંજાબની મટૌર પોલીસે તેની શોષણ અને નાણાકીય છેતરપિંડીની આરોપોમાં ધરપકડ કરી હતી. જોકે હાલ સુનંદા શર્માનો આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button