વિરાટ કોહલીની બહેનએ અનુષ્કા સાથેના સંબંધો અંગે કર્યો ખુલાસો: ખરેખર ખટાશ છે?

આરસીબી આ વખતે આઈપીએલની ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા પછી વિરાટ કોહલી સાથે તેનો સમગ્ર પરિવાર ચર્ચામાં છે. વિરાટ કોહલીની બહેન ભાવના ઢીંગરા અને અનુષ્કા શર્મા વચ્ચેના સંબંધોને લઈને માહિતી બહાર આવી છે. ભાવનાએ સોશિયલ મીડિયા પર અનુષ્કા સાથેના પોતાના સંબંધો વિશે જણાવ્યું હતું.
વિરાટ કોહલીની બહેન ભાવના ઢીંગરાએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના પ્રથમ IPL ટાઇટલ જીતવા પર ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં ભાવનાએ IPL ટ્રોફી સાથે વિરાટનો ફોટો અપલોડ કર્યો છે.

બીજા એક ફોટામાં અનુષ્કા શર્મા પણ જોવા મળી રહી છે. ભાવનાની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ભાવનાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, અમે આ ક્ષણની ઉજવણી કરી રહ્યા છીએ. ભાવનાએ તેના ભાઈ વિરાટ માટે લખ્યું છે કે આ ક્ષણે અમને રડાવ્યા, હસાવ્યા, પરંતુ તમે જે રાહ જોઈ તે ખૂબ લાંબી હતી.
ભાવના ઢીંગરાની પોસ્ટ પર, એક યુઝરે લખ્યું કે, વિરાટ ક્યારેય તેની વાતોમાં તમારો ઉલ્લેખ કરતો નથી, તેને તમારી સોશિયલ મીડિયા પોસ્ટ પસંદ નથી અને અનુષ્કાને પણ તમારી પોસ્ટ પસંદ નથી.
આના પર ભાવના ઢીંગરાએ તે યુઝરને ખૂબ જ સરળ ભાષામાં જવાબ આપ્યો કે ભગવાન તમને એ સમજવાની શક્તિ આપે કે પ્રેમના ઘણા પ્રકાર હોય છે, જેને આખી દુનિયાને બતાવવાની જરૂર નથી. ભાવનાએ ભગવાન પ્રત્યેના પોતાના પ્રેમ વિશે વાત કરી અને કહ્યું કે ભગવાનમાં શ્રદ્ધાનો દેખાડો નથી થતો, પણ તે હૃદયમાં હોય છે.
આપણ વાંચો : ચહલની ટીમ IPL હારી તો ધનશ્રી વર્માએ કરી પોસ્ટ, જુઓ વિરાટ કોહલીને કેવી રીતે આપી શુભેચ્છાઓ