ગુજરાતમાં કોરોનાના વધુ 170 કેસ, એક્ટિવ કેસ 700 ને પાર…

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં આજે (6 જૂન) કોરોનાના વધુ 170 કેસ નોંધાયા હતા અને કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 717 પર પહોંચ્યો હતો. 23 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે 694 દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે. આજે 68 દર્દીને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.
છેલ્લા 3 દિવસમાં નોંધાયેલા કેસ
5 જૂન | 167 |
4 જૂન | 119 |
3 જૂન | 108 |
અમદાવાદમાં શું છે કોરોનાની સ્થિતિ
અમદાવાદમાં કોરોનાના કુલ 88 જેટલા કેસ એક દિવસમાં નોંધાયા હતા. અત્યાર સુધીમાં 559 જેટલા કોરોનાના કેસો શહેરમાં નોંધાયા છે, જેમાં 183 લોકો ડિસ્ચાર્જ થયા છે ત્રણ લોકોના મૃત્યુ થયા છે જ્યારે 374 જેટલા કોરોનાના કેસો હજી એક્ટિવ છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં ચાંદખેડા, મોટેરા, સાબરમતી, વાડજ, નવા વાડજ, વાસણા, પાલડી, આશ્રમરોડ, ઘાટલોડીયા, ચાંદલોડિયા, ન્યુ રાણીપ, જગતપુર, વૈષ્ણોદેવી, થલતેજ, બોડકદેવ, વસ્ત્રાપુર, ગોતા સહિતના વિસ્તારોમાં વધુ કેસો નોંધાયા છે.
રાજકોટમાં કેટલા નોંધાયા કોરોના કેસ
રાજકોટમાં આજે(6 જૂન) કોરોનાના વધુ 9 કેસ નોંધાયા હતા, સામે 7 દર્દી સાજા થયા હતા. એમાં 6 પુરુષ અને 3 સ્ત્રીનો સમાવેશ થાય છે. આ દર્દીઓમાં 10 વર્ષના એક બાળકનો પણ સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 77 થઈ છે.
વડોદરામાં કોરોનાની શું છે સ્થિતિ
વડોદરા શહેરમાં આજે કોરોનાના 11 નવા કેસ નોંધાતા કુલ સંક્રમણના કેસોનો આંકડો 17 પર પહોંચ્યો હતો. નવા નોંધાયેલા કેસોમાં ગોત્રી, ગોરવા, કપુરાઈ, નવા યાર્ડ, છાણી, સુદામાપુરી અને સવાદ જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે.
આપણ વાંચો : ગુજરાતમાં કોરોનાનો ચેપ વધ્યો, એક જ દિવસમાં નવા 167 કેસ ઉમેરાયા