RBI અને SBIના નામે થઈ રહ્યો છે મોટો સ્કેમ, તમને પણ તો નથી આવ્યો ને આવો મેસેજ?

આજકાલ જમાનો ડિજિટલ છે અને એની સાથે સાથે ગુનેગારો પણ હવે ડિજિટલ થઈ ગયા છે. સ્કેમર્સ યુઝર્સના એકાઉન્ટ ખાલી કરવા માટે નિત નવા ઉપાયો અજમાવે છે, ત્યારે તમારે થોડા વધારે સાવધ રહેવાની જરૂર છે.
આજકાલ લોકોને આરબીઆઈ (RBI) અને એસબીઆઈ (SBI)ના નામે યુઝર્સ સાથે છેતરપિંડી કરી રહ્યા છે. પરંતુ પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરોના ફેક્ટ ચેકિંગ યુનિટે આ નવા સ્કેમ અંગે યુઝર્સને આપી છે. તમારા માટે પણ આ માહિતી જાણી લેવું ખૂબ જ જરૂરી છે. ચાલો જાણીએ આ સ્કેમ વિશે…
આપણ વાંચો: સ્કેમર્સે Sunil Bharti Mittalના અવાજને ક્લોન કરીને કર્યો છેતરપિંડીનો પ્રયાસ, જાણો વિગતો
મળતી માહિતી મુજબ આ સ્કેમમાં સાઈબર ક્રિમીનલ્સ યુઝર્સને કોલ કરીને પોતાની ઓળખ આરબીઆઈના કર્મચારી તરીકે આપે છે. તેઓ યુઝર્સને ક્રેડિટ કાર્ડ સંબંધિત વધી રહેલાં ફ્રોડ્સને કારણે તેમનું એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવશે એવું કહે છે. આ બાબતે વધુ માહિતી જાણવા તેઓ યુઝર્સને એક નંબર પ્રેસ કરવા જણાવે છે. આ હેકર્સની ટ્રિક હોય છે જેની મદદથી યુઝર્સની બેકિંગ ડિટેઈલ્સ અને ફોન પર આવનારા ઓટીપી એક્સેસ કરે છે.
જો તમને પણ કોઈ આવો કોલ આવે છે તો તમારે જરાય ચિંતા કરવાની જરાય જરૂર નથી. જો તમને કોઈ આવા ફેક કોલમાં નંબર પ્રેસ કરવા કહે છે તો તરત જ આ કોલ ડિસકનેક્ટ કરો. આ એક ફિશિંગ સ્કેમ છે, જેમાં યુઝર્સને ડરાવીને તેમની સાથે ફ્રોડ કરવામાં આવે છે અને યુઝર્સને ડરાવીને તેમની સાથે સ્કેમ કરવામાં આવે છે.
આપણ વાંચો: તમે પણ ઓનલાઈન ડિલિવરીના બોક્સ, બેગ્સ ફેંકી દો છો? તમારી નાનકડી ભૂલ તમારું ખાતું ખાલી કરાવશે…
આ સ્કેમ માટે હેકર એસબીઆઈ રિવોર્ડ્સ નામની ફેક એપ યુઝ કરે છે. સોશિયલ મીડિયા પર એક મેસેજ વાઈરલ થઈ રહ્યો છે જેમાં રિવોર્ડ્સ પોઈન્ટ મેળવવા માટે એપ ડાઉનલોડ કરવાનું જણાવવામાં આવે છે. જો તમને પણ આવો કોઈ મેસેજ આવ્યો છે અને તમે એપ ડાઉનલોડ કરી દીધી છે કે કરવાનું વિચારી રહ્યા છે તો એલર્ટ થઈ જાવ.
આ એક ફેક એપ છે અને એસબીઆઈ સાથે એનું કંઈ જ લેવા દેવા નથી. આ ફેક એપમાં એક ખતરનાક એપીકે ફાઈલ્સ છે જે તમારા ફોનને હેક કરીને તેમાં રહેલું સેન્સેટિવ ડેટા ચોરી લે છે. એસબીઆઈ દ્વારા પણ એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે તેઓ કસ્ટમરને એસએમએસ અને વોટ્સએપ પર ક્યારેય રિવોર્ડ લિંક કે એપ નથી મોકલવામાં આવતી.
આપણ વાંચો: સાવધાન ! વોટ્સએપ પર ચાલી રહ્યું છે મોટું સ્કેમ, ફોટો- વિડીયો ડાઉનલોડ કરતા જ થઇ જશે બેંક એકાઉન્ટ ખાલી
આ વાતોનું રાખો ખાસ ધ્યાન-
⦁ કોઈ પણ અજાણ્યા નંબરથી આવેલા કોલ પર ભરોસો કરીને પર્સનલ ડિટેલ્સ શેર ના કરો
⦁ અજાણી લિંક્સ કે મેસેજમાં આપવામાં આવેલી લિંકના માધ્યમથી કોઈ એપ ના ડાઉનલોડ ના કરો
⦁ કોઈ પણ લોભામણી ઓફર વિશે બેંકની ઓફિશિયલ સાઈટ કે કસ્ટમર કેર પર કોલ કરીને જાણકારી લઈ લો
⦁ હંમેશા ગૂગલ પ્લે સ્ટોર કે એપલ એપ સ્ટોર જેવા વિશ્વસનીય પ્લેટફોર્મ પરથી જ એપ ડાઉનલોડ કરો