સ્પેશિયલ ફિચર્સ

આ સીટ હોય છે ફ્લાઈટની આરામદાયક સીટ? એક વખત જાણી લેશો તો..

આપણામાંથી અને લોકોએ ક્યારેકને ક્યારેક તો પ્લેનમાં મુસાફરી કરી જ હશે. હવાઈ મુસાફરી દરમિયાન સુંદર વાદળ અને સૂર્યકિરણો અને મનમોહક નજારો જોઈને મન મોહી લે છે. પરંતુ તો આ પ્રવાસ દરમિયાન સીટ પણ એટલી કમ્ફર્ટેબલ હોવી જોઈએ, જેથી આ મજા બમણી થઈ જાય. પણ શું તમને ખબર છે કે પ્લેનની કઈ સીટ સૌથી વધુ આરામદાયક હોય છે? નથી ખબરને આ સવાલનો જવાબ? ચાલો આજે તમને આ વિશે જણાવીએ. ખુદ એર હોસ્ટેસે આ વાતનો ખુલાસો કર્યો છે.

સામાન્યપણે સીટ બુક કરાવતી વખતે આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ, જેની આપણો ટ્રાવેલિંગ એક્સપિરિયન્સ સારો રહે છે. પરંતુ વાત આવે ફ્લાઈટમાં પ્રવાસ કરતી વખતે સૌથી કમ્ફર્ટેબલ સીટની તો ત્યાં આવીને ગાડી અટકી જાય. હાલમાં જ એક એરહોસ્ટેસ દ્વારા આ બાબતનો ખુલાસો કરવામાં આવ્યો હતો અને તેણે જણાવ્યું હતું કે આ સીટ પર પ્રવાસ કરનારા પેસેન્જરની જર્નીનો એક્સપિરીયન્સ અલગ હોય છે.

એક ફ્લાઈટ એટેન્ડન્ટ દ્વારા આ બાબતનો ખુલાસો કરતો એક ફોટો શેર કરવામાં આવ્યો હતો. આ ફોટોમાં તે પોતાની જાતને એક બ્લેન્કેટમાં કવર કરીને બેઠી છે. તેણે દાવો કર્યો છે કે આ વિમાનની સૌથી સાપ અને આરામદાયક ઈકોનોમી સીટ છે. જ્યાં સામાન્યપણે બિઝનેસ અને ફર્સ્ટ ક્લાસના પ્રવાસીઓ આરામદાયક મુસાફરી, એક્સ્ટ્રા લેગરૂમ વગેરેનો આંદ ઉઠાવે છે. પરપંતુ આ કેબિન ક્રુની સદસ્યએ એ વાત સાબિત કરી આપી છે કે બજેટ એરલાઈન્સમાં પણ ઈકોનોમી ક્લાસમાં તમને આરામદાયક મુસાફરીનો અનુભવ થાય છે.

શેર કરવામાં આવેલા ફોટોમાં જોવા મળે છે કે તે એક્સ્ટ્રા લેગરૂમવાળી સીટ પર આરામ કરી રહી છે અને આ સીટ ઈમર્જન્સી એક્ઝિટ પાસે આવી છે. જે વિમાનના નિયમ અનુસાર એડિશનલ જગ્યા પૂરી પાડે છે, જેથી સંકટ સમયે તમે ઝડપથી નીકળી શકો. આ જ કારણ છે કે આ સીટને ફ્લાઈટની સૌથી આરામદાયક સીટ છે.

આ પણ વાંચો -‏‏‎ ચિનાબ રેલ પુલનું ઉદ્ઘાટન: વિશ્વના ટોપ 10 સૌથી ઊંચા રેલ બ્રિજ ક્યાં આવેલા છે, જાણો?

આ સીટને સૌથી આરામદાયક સીટ જ નહીં હોય પણ બાકીની સીટની સરખામણીએ વધુ સાફ પણ હોય છે. એક યુઝરે રેડિટ પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે આ સીટ સૌથી વધુ સાફ એટલે હોય છે કારણ કે ત્યાં બાળકો નથી બેસી શકતા.

છે ને એકદમ કામની માહિતી? હવે બીજી વખત જ્યારે પણ બાય એર ટ્રાવેલ કરો તો ચોક્કસ જ આ સીટ બુક કરજો, જેથી તમારો પ્રવાસ પણ આનંદ અને આરામદાયક રહેશે. આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે પણ શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ વધારો કરજો હં ને?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button