મનોરંજન

Amitabh Bachchanએ રીવિલ કર્યું ડાર્ક સિક્રેટ, જાણીને તમે પણ ચોંકી ઉઠશો…

બોલીવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ની ગણતરી ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ કલાકાર તરીકે કરવામાં આવે છે. પોતાના વ્યવહારની સાથે સાથે શિષ્ટાચારને કારણે જાણીતા અમિતાભ બચ્ચનનું પણ કોઈ ડાર્ક સિક્રેટ હોય એ વાત પર જ પહેલાં તો વિશ્વાસ, ના થાય. પરંતુ આ હકીકત છે. આ ડાર્ક સિક્રેટ વિશે જાણીને તમે પણ ચોંકી ઉઠશો, આવો જોઈએ શું છે આ સિક્રેટ-

હાલમાં ડિસિપ્લિન્ડ અને પરફેક્ટ લાઈફ જીવી રહેલાં અમિતાભ બચ્ચન એક સમયે એવી લાઈફ જીવી રહ્યા હતા જેની કલ્પના પણ ના કરી શકો. ખુદ અમિતાભ બચ્ચને આ વાતનો ખુલાસો કર્યો હતો. બિગ બીએ પોતાની આદત વિશે 1980માં આપેલા એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો. બિગ બીએ જણાવ્યું હતું કે હું સ્મોક, ડ્રિંક કે માંસાહાર નથી કરતો. આ ધર્મની નહીં પણ સ્વાદની વાત છે. પરંતુ હંમેશાથી આવું નહોતું.

બિગ બીએ પોતાના ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે એક સમય હતો કે હું માંસાહાર કરતો હતો અને દારુ પણ પીતો હતો. અરે દિવસની 200 સિગરેટ પીતો હતો. પરંતુ હવે મેં એ બધું છોડી દીધું છે. અમારા પરિવારમાં બધાનું ડાયેટ અલગ એલગ છે. જયાજી અને મારા માતાને નોનવેજ પસંદ હતું, પણ મારા પિતા હંમેશાથી શાકાહારી હતા.

આ પણ વાંચો – Viral Video: મનોજકુમાર બાદ હવે આ દિગ્ગજ સેલિબ્રિટીની પ્રાર્થનામાં ભડક્યા Jaya Bachchan?

અત્રે ઉલ્લેખનીય છે કે મુંબઈ આવતા પહેલાં બિગ બી કોલકતામાં રહેતા હતા અને ત્યાં તેઓ દિવસમાં 200 સિગરેટ પી જતા હતા. પરંતુ મુંબઈ આવ્યા બાદ મેં આ મારી આદત છોડી દીધી હતી. એક્ટરે જણાવ્યું હતું કે હું ખૂબ જ દારુ પીતો હતો. પરંતુ થોડા સમયે મને ખ્યાલ આવ્યો કે મને આની જરૂર નથી. આ આદતો મારા માટે એટલી જરૂરી નથી. વિદેશમાં શૂટિંગ સિવાય, કારણ કે જ્યાં વેજ ખાવાનું ખૂબ જ મુશ્કેલ હોય છે.

વાત કરીએ બિગ બીના વર્ક ફ્રન્ટની તો અમિતાભ બચ્ચન ટૂંક સમયમાં જ લોકપ્રિય ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિની 17મી સિઝન લઈને આવી રહ્યા છે. આ શોનો પ્રોમો પણ ચેનલ દ્વારા રિલીઝ કરવામાં આવ્યો હતો. આ સિવાય બચ્ચન પરિવાર હાલમાં બચ્ચન પરિવાર પારિવારિક વિખવાદને કારણે ચર્ચામાં આવે છે. પરંતુ આ બાબતે બચ્ચન પરિવાર દ્વારા આ બાબતે કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button