મોદીએ ફરી કૉંગ્રેસ પર ચાલવ્યા શબ્દોના બાણ જાણો શું કહ્યું
નવી દિલ્લી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કોંગ્રેસ પર નિશાન સાધ્યું અને વર્ષ 2014ને માત્ર તારીખ જ નહીં પરંતુ ‘પરિવર્તન’ ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે લોકોએ જૂની સ્ક્રીનવાળા ફોનની જેમ તત્કાલીન સરકારને નકારી કાઢી અને તેમના નેતૃત્વમાં રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA) સરકારને તક આપી.
તેઓ ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસમાં સંબંધોન આપી રહ્યા હતા. તેમણે આંકડાઓ ટાંકતા કહ્યું કે કેવી રીતે ભારત મોબાઈલ ફોનના આયાતકારમાંથી નિકાસકારમાં પરિવર્તિત થયું છે અને એપલથી લઈને ગૂગલ સુધીની મોટી ટેકનોલોજી કંપનીઓ દેશમાં ઉત્પાદન કરવા તૈયાર છે. વડા પ્રધાન પોતાની આગવી સ્ટાઈલમાં કહે છે કે… વર્ષ 2014માં, અમારી પાસે… હું 2014 કેમ કહું છું… તે તારીખ નથી, પરંતુ ‘પરિવર્તન’ છે. તેમણે કહ્યું કે 2014 પહેલા ભારતમાં થોડાક સ્ટાર્ટઅપ હતા પરંતુ હવે તે સંખ્યા લગભગ એક લાખ સુધી પહોંચી ગઈ છે.
એ દિવસોની યાદ તાજી કરતાં મોદીએ કહ્યું હતું કે ‘આઉટડેટેડ ફોન’ની સ્ક્રીન અવાર-નવાર અટકી જતી હતી અને તમે ગમે તેટલી સ્ક્રીન સ્વાઇપ કરો કે કેટલા બટનો દબાવો, તેની કોઈ અસર થતી નથી. તેમણે કહ્યું કે તે સમયે સરકારની પણ આવી જ સ્થિતિ હતી. તે સમયે ભારતીય અર્થવ્યવસ્થા, અથવા આપણે કહીએ કે તત્કાલીન સરકાર જ હેંગ મોડમાં હતી. હાલત એટલી ખરાબ હતી કે ફરી ચાલુ કરવાનો કોઈ ફાયદો નહોતો. બેટરી ચાર્જ કરવામાં કોઈ ફાયદો ન હતો અને બેટરી બદલવામાં કોઈ ફાયદો ન હતો.
વડાપ્રધાને વધુમાં કહ્યું કે, ‘2014માં લોકોએ આવા જૂના ફોનનો ત્યાગ કર્યો અને હવે અમને સેવા કરવાની તક આપી. આ પરિવર્તનને કારણે જે બન્યું તે પણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે.’ તેમણે કહ્યું કે સૌથી ઝડપી 5G મોબાઈલ ટેલિફોન નેટવર્ક શરૂ કર્યા પછી, ભારત 6G ક્ષેત્રે પોતાને અગ્રણી તરીકે સ્થાપિત કરવા તરફ આગળ વધી રહ્યું છે. વડા પ્રધાને કહ્યું કે વિશ્વ મેડ ઇન ઇન્ડિયા ફોનનો ઉપયોગ કરી રહ્યું છે.
તેમણે કહ્યું કે મોબાઈલ બ્રોડબેન્ડ સ્પીડના સંદર્ભમાં ભારત 118માંથી 43મા ક્રમે પહોંચી ગયું છે અને 5G સેવાઓ શરૂ થયાના એક વર્ષમાં ચાર લાખ 5G બેઝ સ્ટેશન સ્થાપિત કરવામાં આવ્યા છે. વડાપ્રધાને કહ્યું કે નાગરિકોને મૂડી, સંસાધનોની સુલભતા અને ટેક્નોલોજી સુધી પહોંચ આપવી એ સરકારની પ્રાથમિકતા છે.