અમદાવાદટોપ ન્યૂઝ

હવામાન વિભાગ દ્વારા આજે આ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી

અમદાવાદઃ ગુજરાતમાં આગામી 14મી જૂનથી ચોમાસુ બેસવાનું છે. હવામાન વિભાગના આંકડા પ્રમાણે આ વર્ષે સમયસર ચોમાસુ બેસી જવાનું છે. પરંતુ તે પહેલા ગુજરાતના અનેક જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 7 દિવસ માટે આગાહી કરી છે. આજે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેરબાન થઈ શકે છે. દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાંથી આવતા ભેજના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં હળવો વરસાદ થશે

દક્ષિણ ગુજરાત સાથે સાથે ઉત્તર અને ઉત્તર મધ્ય ગુજરાતમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આજે હળવો વરસાદ થશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં હવે વિવિધવત રીતે ચોમાસુ બેસવાને માત્ર 8 દિવસ બાકી રહ્યાં છે. તે બાદ વરસાદ ગુજરાત પર મહેરબાન થવાનો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ચોમાસા પહેલા પણ ક્યાંય હળવા વરસાદની તો ક્યાંક મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી

આજે એટલે કે, 6 જૂનના રોજ અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, દાહોદ, વડોદરા, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, મહીસાગર, તાપી, નવસારી, ડાંગ, ભરૂચ, નર્મદા, સુરત, છોટાઉદેપુર, અરવલ્લી, વલસાડ, દમણ, ,દાદરાનગર હવેલી અને દીવમાં હવામાન વિભાગ દ્વારા હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

14 જૂન પહેલા અનેક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી

ચોમાસાની વાત કરવામાં આવે તો, 14 જૂન પહેલા અનેક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. 22 જૂને રાજ્યમાં ભારે વરસાદની છે. જ્યારે 23 અને 24 જૂન તથા 27થી 30 જૂન દરમિયાન ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આ વર્ષે વરસાદ વહેલો આવવાની અને ચોમાસુ જલદી બેસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી. પરંતુ હવામાનમાં બદલાવ જોવા મળતા હવે આ વર્ષે વહેલા વરસાદની શક્યતા ઓછી છે. જેથી ચોમાસુ સમયસર બેસી જવાનું છે.

આ પણ વાંચો….દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી, ગુજરાતમાં ક્યારે થશે ચોમાસાની વિધિવત એન્ટ્રી?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button