વીક એન્ડ

સાન ટેલ્મો-બુએનોસ એરેસમાં અનુભવોની માર્કેટ

અરાઉન્ડ ધ વર્લ્ડ -પ્રતીક્ષા થાનકી

ગયા વર્ષે મારો આર્જેન્ટિનિયન મિત્ર હેરોનિમો અન્ો ત્ોની ગર્લફ્રેન્ડ આના દસ દિવસ માટે ઇઝરાયલ ગયેલાં ત્યારે વિચારેલું કે નજીકના ભવિષ્યમાં મેેળ પડે તો એ બાજુનો પ્લાન પણ બનાવવો. ત્ોના માટે અમન્ો હેરોનિમોએ એક વિશેષ સલાહ આપી હતી. જર્મનીમાં ઘણાં લોકો બ્ો પાસપોર્ટ રાખે છે. ત્ો ખાસ તો એટલા માટે કે ત્ોમના પાસપોર્ટ પર ઇઝરાયલનો થપ્પો હોય તો મિડલઇસ્ટર્ન દેશોમાં પ્રવેશ અઘરો બની જાય છે અન્ો એરપોર્ટમાં પણ તકલીફ પડવાની શક્યતા રહે છે. દુનિયાના કોન્લિક્ટ અન્ો આપણી દુનિયા જોવાની ઇચ્છા વચ્ચે ઘણી વાર મેળ નથી ખાતો હોતો. ઘણી વાર પોતાના જ શહેરમાં બહાર નીકળવાનું પણ મુશ્કેલ બની જતું હોય છે. ત્ોનું કારણ પોલિટિકલ કોન્લિક્ટ જ નહીં, બીજું કંઈ પણ હોઈ શકે. કોવિડે આપણન્ો એટલું તો સમજાવી જ દીધું છે.

એવામાં આર્જેન્ટિનામાં અન્ો અત્યાર સુધીમાં જ્યાં પણ ફરવા મળ્યું છે ત્ોના માટે ગ્રેટિટ્યુડ અનુભવાતું હતું. ખાસ કરીન્ો ત્યાંની સાન ટેલ્મો માર્કેટમાં મ્યુઝિક રેકોર્ડ અન્ો રેટ્રો પોસ્ટર્સના સ્ટોલમાં તો લાગતું હતું કે આખું બુએનોસ એરેસ એક બાજુ અન્ો સાન ટેલ્મો માર્કેટ એક બાજુ. ખાસ કરીન્ો ત્યાંની ખાણી પીણી, ખરીદી અન્ો માહોલમાં બરાબર શહેરનો માહોલ ઊભરીન્ો સામે આવતો હતો. આર્જેન્ટિના ત્ોનાં ટેન્ગો, માલબ્ોક વાઇન, સ્ટેક, બુક સ્ટોર, સાહિત્ય, સંગીત, ‘માટે’ ચા, ફૂટબોલ, લેધર વગ્ોરે માટે જાણીતું છે, અન્ો ત્ો બધું સાન ટેલ્મોમાં કોઈ ન્ો કોઈ રીત્ો અનુભવવા મળી જાય ત્ોવું હતું. અમે લેન્ડ થઈન્ો તરત બુએનોસ એરેસ ગયાં ત્યારે પણ આ માર્કેટમાં એક ચક્કર લગાવેલું અન્ો હવે પાછા ફરતાં પહેલાં ત્યાં ત્રણ દિવસમાં દસ-બાર વાર પસાર થઈ ગયાં હોઇએ એવું લાગતું હતું. એક વાર સાઇકલ લઈન્ો, બ્ો-ત્રણ વાર ટેક્સીમાં અન્ો ઘણી વાર ચાલીન્ો ત્યાં જવાનું થયું હતું. સાન ટેલ્મોમાં કંઈક તો એવું આકર્ષણ હતું કે બુએનોસ એરેના દરેક આઉટિંગમાં એ માર્કેટ ગ્ાુંથાઈ જ જતી હતી.

જોકે ત્યાં સૌથી વધુ સમય વિતાવવાનો મોકો ત્યાં જમવા જતી વખત્ો અન્ો ત્યાંની લી માર્કેટ ખૂંદતી વખત્ો મળ્યો હતો. બંન્ો વખત્ો માર્કેટના અલગ જ ચહેરા દેખાયા હતા. જ્યારે ત્યાં જમવા પહોંચ્યાં ત્યારે અમે ગાઇડેડ બાઇક ટૂરના ગાઇડ ક્રિસ્ો સ્ાૂચવેલી રેસ્ટોરાં ‘લા બ્રિગાડા’ માટે ઉત્સાહે પહોંચેલાં. ત્યાં બુકિંગ કરાવવા ફોન કર્યો તો એક ઉત્સાહી અવાજે કહેલું કે સાંજે રેસ્ટોરાં સાત વાગ્યે ખૂલે છે, એની પંદર મિનિટ પહેલાં અહીં આવી જજો, જોઈ લઈશું. હવે અમે તો આખી સાંજ જ ત્યાં વિતાવવાનાં હતાં. એટલે અમે પહેલાં થોડા કલાકો માર્કેટમાં વિતાવ્યા. સાન ટેલ્મો શહેરનો સૌથી જૂનો વિસ્તાર છે. અહીં લોકલ માર્કેટની આસપાસ હાઇ સોસાઇટી એપાર્ટમેન્ટ પણ છે. બુએનોસ એરેસમાં રહેવા આવતાં કલાકારો માટે આ માનીતો વિસ્તાર છે.

શાકભાજી, વાઇન, મીઠાઇ, ફાસ્ટ ફૂડ, તાપાસ વચ્ચે હેન્ડીક્રાફટના સ્ટોલ પણ હતા જ. આમ જોવા જાઓ તો દરેક જાણીતા શહેરમાં કમસ્ોકમ એક બજાર તો આવી હોવાની જ. ત્યાં અંત્ો તો આધુનિક મોલની ચીજો લોકલ ફલેવર સાથે મળી જતી હોય છે. ઘણી વાર આવી માર્કેટોમાં ચીજોના ભાવ મોલ કરતાં પણ વધુ હોય છે. આજકાલ ટૂરિસ્ટના ધ્યાનમાં આવી ગયા પછી આવાં ડેસ્ટિન્ોશન પર જઈન્ો ત્ો ટૂરિઝમનાં ચશ્માં વિના કેવું દેખાય છે ત્ો જોવાનું અઘરું બનતું જતું હોય ત્ોવું લાગતું હતું. ૧૭મી સદીમાં આ માર્કેટ માત્ર લાકડાની હતી અન્ો ત્યારે પણ અહીં બહારથી આવેલાં મુલાકાતીઓ તો આવતાં જ, ત્ો પોતાનો સામાન વેચવામાં પણ જોડાઈ જતાં.

આજે તો ટૂરિસ્ટન્ો કેટર કરવા માટે અહીં ટેન્ગો ડાન્સરો પણ હાજર છે અન્ો લાઇવ મ્યુઝિક પણ. એટલું જ નહીં, બહારની એક ગલીમાં કોબલ્ડસ્ટોન પર ટેન્ગો ડાન્સ કરી શકાય ત્ોના માટેનાં પગલાં દોરેલાં હતાં. ત્ોના આધારે જાત્ો જ ડાન્સ શીખી પણ શકાય. ઘણાં લોકો ત્યાં ટ્રાય કરવા માટે ભીડ જમાવીન્ો ઊભાં હતાં. અહીં આસપાસમાં ઘણી ટેન્ગો ક્લબ્સ પણ હતી જ. જોકે ત્ો રાત્રે અમારે જમ્યા પછી ઓબ્ોલિસ્કો વિસ્તારમાં એક મોટા થિયેટરમાં ટેન્ગોનો મ્યુઝિકલ શો જોવા જવાનું હતું. ત્ો સમયે માર્કેટમાં તો આર્ટ પર વધુ ધ્યાન જતું હતું. અમે એક પછી એક ટેલેન્ટેડ કલાકારનાં ચિત્રો માટે પણ ઘણું રખડ્યાં. થોડી તસવીરો ફ્રેમ કરાવવા માટે લીધી પણ ખરી. સ્થાનિક કલાકારો માટે આ માર્કેટ એક ગ્ોલેરીનું કામ પણ કરે છે અન્ો માર્કેટની આસપાસ ઘણી આર્ટ ગ્ોલેરી છે પણ ખરી.

સાત વાગવા આવ્યા ત્યારે અમે ‘લા બ્રિગાડા’ રેસ્ટોરાંની બહાર લાઇન લગાવી. ત્યાં બધાંન્ો લાઇન જ લગાવવી પડતી. કહેવાય છે કે બધાંનો વારો તો આવી જ જાય છે. બહારથી દેખાતી નથી, પણ અંદરથી રેસ્ટોરાં મોટી છે. વળી રેસ્ટોરાંના ડેકોરેશનની થીમની તો બહારથી કલ્પના પણ ન આવે. અમારી આસપાસ દુનિયાભરની ભાષાઓ સંભળાતી હતી. જગ્યા ભલે ટૂરિસ્ટી હોય, ત્યાં એક વાર અંદર પ્રવેશ્યા પછી જાણે ફૂટબોલ મ્યુઝિયમમાં પહોંચી ગયાં હોઈએ ત્ોવું લાગતું હતું. આર્જેન્ટિનાના બધા ખ્યાતનામ ફૂટબોલરો અહીં આવી ચૂક્યા હોવાની પણ વાત છે. જોકે એ કેટલી સાચી છે ત્ો પ્રશ્ર્ન તો ખરો જ. એ ઉપરાંત અહીં ઘણી અગત્યની મેચનાં સુવિનિયર, તસવીરો અન્ો ન્યુઝપ્ોપર કટિંગ્સ વચ્ચે અમન્ો જમવા માટે પ્રાઇવેટ બ્ાૂથ આપવામાં આવ્યું. અહીં માત્ર પ્રાઇવેટ બ્ાૂથ જ હતાં. શાંતિથી બ્ોસીન્ો છ કોર્સનું ભાણું ખાવા માટે અમે આખો દિવસ ઘણી મહેનત કરી હતી. અન્ો ત્યાં જમવાની અમન્ો ધાર્યા કરતાં પણ વધુ મજા આવી. બ્ોસતાની સાથે જ ગરમાગરમ બ્રેડ અન્ો ઓલિવ ઓઇલ આવી ગયું. આર્જેન્ટિનિયન ભાણું બનાવનાર ટેલેન્ટેડ શેફ વિશે પણ મેન્યુમાં જાણવા મળી ગયું.

આર્જેન્ટિનાનો ફાઇન ડાઇનિંગ અનુભવ પણ સાન ટેલ્મોમાં જ કરવા મળી ગયો. આર્જેન્ટિનાનો દરેક અનુભવ કરવા માટે તમે માત્ર સાન ટેલ્મો જ જઈ આવો તો પ્ાૂરતું છે. હવે ટેન્ગો શો તરફ જવાનું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
પિંક હાઈ થાઈસ્લિટ ગાઉનમાં બાર્બી ડોલ બનીને એક્ટ્રેસે બિખેર્યો હુસ્નનો જાદુ, જોઈને બોલી ઉઠશો… દુનિયાની ટોપ 50 બેસ્ટ ડિશમાં આટલામાં નંબર પર છે ઈન્ડિયન ડિશ, નામ સાંભળશો તો… ડાયાબિટસના દર્દીઓએ મેથીના દાણા કે મેથીનું પાણી પીવું ફાયદાકારક છે નહીં? સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો…