ટીવીની આ સંસ્કારી બહુએ ગુપચુપ હિન્દુ બોયફ્રેન્ડ સાથે કરી લીધા લગ્ન

ટીવીની સંસ્કારી બહુ બનીને ફેન્સના દિલો પર રાજ કરનારી મુસ્લિમ એક્ટ્રેસ હિના ખાન (Hina Khan)એ પોતાના લોન્ગ ટાઈમ હિન્દુ બોયફ્રેન્ડ રોકી જયસ્વાલ સાથે છાનામાના લગ્ન કરી લીધા હતા.
એક્ટ્રેસે એક ઈન્ટિમેટ સેરેમનીમાં ગુપચુપ લગ્ન કરી લીધા હતા અને તેના ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. બ્રેસ્ટ કેન્સરનો સામનો કરી રહેલી એક્ટ્રેસ હિના ખાને રોકી જયસ્વાલ સાથે કોર્ટ મેરેજ કરી લીધા છે અને ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેણે પોતાના ફોટો શેર કર્યા હતા. ફેન્સ આ ફોટો જોઈને એકદમ ખુશ થઈ ગયા હતા.
આપણ વાંચો: ફિલ્મ Saiyaaraનું ટીઝર લોન્ચ બાદ અચાનક 23 વર્ષીય એક્ટ્રેસનું નામ ગૂગલ પર સર્ચ કરવા લાગ્યા લોકો…
હિના ખાને સોશિયલ મીડિયા પર જાણીતા ફેશન ડિઝાઈનર મનિષ મલ્હોત્રાએ ડિઝાઈન કરેલી ઓપલ ગ્રીન કલરની સાડી પહેરી હતી અને એની સાથે તેણે પિંક કલરનો બ્લાઉઝ પેયર કર્યો હતો.
પિંક કલરના દુપટ્ટો કેરી કરીને હિના ખાન એકદમ ટ્રેડિશનલ બ્રાઈડ લાગી રહી હતી. ગોલ્ડન જ્વેલરી અને ખુલ્લા વાળમાં હીના ખૂબ જ સુંદર લાગી રહી હતી. આ સાથે એક્ટ્રેસે સુંદર મહેંદી પણ લગાવી હતી.
આપણ વાંચો: વધુ એક બોલ્ડ એક્ટ્રેસ આવી કોરોનાની ઝપેટમાં, માતાને પણ લાગ્યો ચેપ
હિના ખાને પોતાની સાડી પર પોતાનું અને બોયફ્રેન્ડ કમ પતિ રોકીનું નામ કસ્ટમાઈઝ કરાવ્યું હતું. રોકી જયસ્વાલના વેડિંગ લૂકની વાત કરીએ તો તેણે આ સમયે મનિષ મલ્હોત્રાએ ડિઝાઈન કરેલો સફેદ કુર્તો પહેર્યો હતો.
હિના ખાને પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફોટો શેર કર્યા હતા અને એમાંથી જ એક ફોટોમાં કપલ કોર્ટ મેરેજના પેપલ સાઈન કરતાં જોવા મળ્યા હતા.
હિના ખાને પોતાના ફોટો શેર કરતાં કેપ્શનમાં લખ્યું હતું કે બે અલગ અલગ દુનિયામાંથી અમે એક પ્રેમની દુનિયા બનાવી. અમારા મતભેદ દૂર થયા, દિલ મળી ગયા અને એનાથી એક એવું બંધને જન્મ લીધો જે જીવનભર રહેશે.
એક્ટ્રેસે આગળ લખ્યું હતું કે અમને અમારા ઘર, પોતાના પ્રકાશ, પોતાની આશા છે અને સાથે મળી અને તમામ બાધાઓને દૂર કર્યા છે. આજે અમારું મિલન હંમેશા માટે પ્રેમ અને કાયદામાં બંધાઈ ગયો છે. અમે પતિ-પત્ની તરીકે તમારા આશિર્વાદ અને શુભેચ્છાઓ ઈચ્છીએ છીએ.
ફેન્સ અને ઈન્ડસ્ટ્રીના લોકો સોશિયલ મીડિયા પર આ વાઈરલ ફોટો જોઈને કપલ્સને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. તમે પણ હિના અને રોકીના વાઈરલ ફોટો ના જોયા હોય તો અત્યારે જ અહીં જોઈ લો, તમારું દિલ પણ બાગ બાગ થઈ જશે…