સ્પેશિયલ ફિચર્સ

તમારી થાળીમાં રહેલાં ટામેટાં તમારા માટે સાબિત થઈ શકે છે જીવલેણ…

તમારા આપણા સૌના ઘરમાં શાકથી લઈને દાળ અને સેલડ બધી વસ્તુઓમાં એક વસ્તુ કોમન છે અને એ એટલે ટામેટાં… ટામેટાં એ ભારતીય રસોડમાં એક એવી વસ્તુ છે જેના વિના જમવાનું બનશે કઈ રીતે એ એક મોટો સવાલ છે. પરંતુ હવે આ ટામેટાંને લઈને જ એક ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે. આ ટામેટાં જ તમારા માટે જાનલેવા સાબિત થઈ શકે છે. એક દેશના ફૂડ રેગ્યુલેટરને ટામેટાંમાં સાલ્મોનેલા નામનું વાઈરસ મળ્યું છે જેને કારણે ટામેટાંના એક આખા બેચને રિકોલ કરવામાં આવ્યો છે. આવો તમને જણાવીએ આખરે શું છે આખો મામલો…

વાત જાણે એમ છે કે ટામેટાંને જીવલેણ સાબિત કરનારા સાલ્મોનેલા વાઈરલ અમેરિકામાં જોવા મળ્યો છે. આ જ કારણે ફૂડ રેગ્યુલેટર એફડીએ ટામેટાં પાછા બોલાવી લેવાનો આદેશ આપવામાં આવ્યો છે. એફડીએના જણાવ્યા અનુસાર ટામેટાંમાં આ વાઈરસને કારણે સ્વાસ્થ્ય સંબંધિત ગંભીર સમસ્યા થવાની કે મૃત્યુ પણ થઈ શકે છે. એફડીએ આ બાબતે 28મી મેના જ એક હાઈ લેવલ ચેતવણી ઉચ્ચારી દીધી છે અને આ રિકોલને ક્લાસ-1 કેટેગરીમાં નાખી દીધો છે.

ટામેટામાં સાલ્મોનેલા વાઈરસ મળવાની શરૂઆત ઘણા દિવસ પહેલાં થઈ હતી. મુખ્યત્વે જ્યોર્જિયા, નોર્થ કેરોલિના અને સાઉથ કેરોલિના રાજ્યમાં આ ટામેટાંને રિકોલ કરવામાં આવ્યા છે. મે મહિનાની શરૂઆતમાં જ અમેરિકામાં કામ કરનાર અનેક ફાર્મે વોલિયંટરી લેવસ પક જ ટામેટાંને રિકોલ કરવાનું શરૂ કરી દીધું હતું.

વાત કરીએ સાલ્મોનેલાના બેક્ટેરિયાના તો તે સૂકા અને ગરમ વાતાવરણમાં થોડાક અઠવાડિયા અને ફ્રીઝર કે ભેજવાળી જગ્યા પર મહિનાઓ સુધી આ બેક્ટેરિયા જીવંત રહે છે. આ જ કારણે એફડીએએ લોકોને ટામેટાં ફેંકવાને બદલે તેને રિકોલમાં પાછા મોકલવાની કે ઉપયોગમાં ના લેવાની સલાહ આપી છે.

અમેરિકા દુનિયાના સૌથી મોટા ટામેટાં ઉત્પાદકોમાંથી એક છે. અહીંના 20થી વધુ રાજ્યામાં ટામેટાંનું મોટાપાયે ઉત્પાદન કરવામાં આવે છે. ફ્લોરિડા અને કેલિફોર્નિયા સ્ટેટમાં એનું સૌથી વધુ ઉત્પાદન કરવામાં આવે છે. 2023ના આંકડા અનુસાર અમેરિકામાં એ સમયે 2.5 લાખ એકરમાં ટામેટાનું વાવેતર કરવામાં આવ્યું હતું અને એક એકરની સરેરાશ ઉત્પાદન 50 ટન હતું. આવી સ્થિતિમાં 2023માં અમેરિકાએ 71.56 કરોડ ડોલર આશરે 6,150 કરોડ રૂપિયાની કિંમતના ટામેટાંનું ઉત્પાદન કર્યું હતું.

આપણ વાંચો : તમે પણ તો નથી ખાતાને કેમિકલ્સથી પકાવેલી કાકડી? ખાવાના નુકસાન વિશે જાણી લેશો તો…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button