દીપિકા કક્કડની હેલ્થ અપડેટ આપી શોએબેઃ ફેન્સને પ્રાર્થના કરવા કરી અપીલ

અભિનેત્રી દીપિકા કક્કડને બીજા સ્ટેજનું કેન્સર હોવાની ખબર મળતા જ તેનાં અને પતિ શોએબના ફેન્સ ચિંતામાં છે. શોએબ તેમને પળેપળની ખબર પોતાના વીડિયો કે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આપે છે. બીજી જૂને તેણે પોસ્ટ મૂકી હતી અને દીપિકાની 3જી જૂને સર્જરી હોવાનું જણાવ્યું હતું. જોકે ત્રીજીએ તેની કોઈ અપડેટ ન આવતા ફેન્સ ચિંતામાં હતા, પંરતુ શોએબે આજે પોસ્ટ કરી દીપિકાની (Dipika Kakar health update )હેલ્થ અપડેટ આપી છે. શોએબે લખ્યું છે કે દીપિકાની સર્જરી 14 કલાક ચાલી. આથી હું તમને કંઈ જણાવી શક્યો નહીં. સર્જરી બરાબર થઈ છે. દીપિકા હજુ આઈસીયુમાં છે અને થોડી તકલીફમાં છે. તેનાં માટે પ્રાર્થના કરવા પણ તેણે અપીલ કરી હતી. આ સાથે દીપિકા આઈસીયુમાંથી બહાર આવશે ત્યારે ફરી ફેન્સને જાણ કરશે તેમ પણ તેણે પોસ્ટમાં કહ્યું છે.
દીપિકા કક્કડની હેલ્થ અપડેટ્સથી ફેન્સ વધારે ચિંતામાંઃ અભિનેત્રી હૉસ્પિટલમાં…
પહેલગામ હુમલા સમયે જ કાશ્મીર ફરવા ગયેલું કપલ ત્યારબાદ ચર્ચામાં છે. દીપિકાને લીવરમાં ટેનિસ બોલ જેવું ટ્યૂમર હોવાનું બહાર આવ્યું હતું અને ત્યારબાદ રિપોર્ટ્સમાં કેન્સર હોવાનું બહાર આવ્યું હતું. બન્ને સોશિયલ મીડિયા પર રેગ્યુલર પોસ્ટ મૂકી લોકોને આ મામલે જણાવતા હતા. છેલ્લે દીપિકાને ઈન્ફેક્શન થયું અને ત્યારબાદ તે પતિ સાથે વ્લોગમાં દેખાઈ હતી. તે સમયે તેણે જણાવ્યુ હતું કે તેને ઈન્ફેક્શન હોવાથી સર્જરી થોડી મોડી થશે. સર્જરીની તારીખ 3જી જૂન નક્કી થઈ હતી અને ગઈકાલે તેની સર્જરી થઈ ગઈ છે. દીપિકાનું કેન્સર બીજા સ્ટેજમાં હોવાથી તે એકદમ સ્વસ્થ થઈ જશે, તેવો આશાવાદ ડોક્ટરોએ વ્યક્ત કર્યો છે. અભિનેત્રી હિંમતપૂર્વક બીમારીનો સામનો કરી રહી હોવાનું પણ તેમે કહ્યું હતું.
દીપિકા સસુરાલ સિમર કા નામની ટીવી સિરિયલથી ભારે લોકપ્રિય થઈ હતી. કપલને રૂહાન નામનો એક દીકરો પણ છે. ફેન્સ દીપિકાની સ્વસ્થ થવાની રાહ જોઈ રહ્યા છે.