મંગળ-કેતુની થશે યુતિ, આ રાશિના જાતકો થશે માલામાલ, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ જોવા જઈએ તો મે મહિનાની જેમ જ જૂન મહિનો પણ ખૂબ જ લાભદાયી રહેવાનો છે. 18મી મેના રોજ પાપી ગ્રહ ગણાતા કેતુએ સિંહ રાશિમાં ગોચર કર્યું હતું અને પાંચમી ડિસેમ્બર, 2025 સુધી તે આ જ રાશિમાં બિરાજમાન રહેશે. જોકે, આ દરમિયાન ત્રણ દિવસ બાદ એટલે કે સાતમી જૂન, 2025ના મંગળ સિંહ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યો છે અને તે આ રાશિમાં કેતુ સાથે યુતિ કરશે. કેતુ અને મંગળની યુતિથી અંગારક યોગ બની રહ્યો છે. આ યોગને કારણે કેટલીક રાશિના જાતકોને લાભ થઈ રહ્યો છે.
જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર મંગળ અને કેતુનું મિલન આક્રમકતા, જુસ્સો અને ઊર્જા અને ક્રોધના કારક માનવામાં આવે છે. જોકે, આ સમયે કેટલાક જાતકો અધ્યાત્મિક્તા તરફ ઝૂકાવ વધી રહ્યો છે. કેતુ અને મંગળની યુતિથી તમામ રાશિ પર તેની ઓછા વધતા પ્રમાણમાં અસર જોવા મળશે, પણ ત્રણ રાશિ એ છે કે જેમના પર આ યુતિની ખાસ અસર જોવા મળશે. કેટલીક રાશિઓ માટે આ યોગ મુશ્કેલીઓ વધારનારો સાબિત થશે તો કેટલીક રાશિના જાતકો માટે આ યોગ લાભદાયી પણ સાબિત થશે. આ રાશિના જાતકો માલામાલ થશે અને જલસા કરશે.

મિથુન રાશિના જાતકો માટે કેતુ અને મંગળની યુતિ પરિવર્તન લઈને આવશે. ઈચ્છામાં વૃદ્ધિ થશે. અધ્યાત્મિક્તા તરફ ઝૂકાવ વધી રહ્યો છે. સમાજનમાં માન-સન્માનમાં વૃદ્ધિ થશે. આ રાશિના જાતકોને તેમના લક્ષ્યમાં સફળતા મળશે. આત્મનિરીક્ષણ કરશો તો તમને તમારા સવાલોના જવાબ મળશે. આ રાશિના જાતકોની ભૌતિત સુખ-સુવિધાઓમાં વૃદ્ધિ થશે.

સિંહ રાશિના જાતકો માટે મંગળ અને કેતુની થઈ રહેલી યુતિ લાભદાયી સાબિત થશે. ઉચ્ચ શિક્ષણ મેળવવા માંગતા લોકોને આ સમયે સફળતા મળશે. ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવાની તક મળશે. કેતુને કારણે આ રાશિના જાતકો પોતાની જાતને સમજવાનો પ્રયાસ કરશે. સરકારી નોકરી શોધી રહેલાં લોકોને આ સમયે સફળતા મળશે. જીવનમાં શાંતિનો અનુભવ થશે.

કન્યા રાશિના જાતકો માટે આ અંગારક યોગ ફાયદાકારક સાબિત થશે. આ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. ધાર્મિક યાત્રા પર જવાના યોગ બની રહ્યા છે. જીવનમાં ખુશીઓ આવશે. કામના સ્થળે પ્રમોશન કે પગારવધારો મળી શકે છે. નવી નોકરી મળતાં તમારી ખુશીનો પાર નહીં રહે. મિત્રો અને પરિવાર તરફથી સંપૂર્ણ સાથ-સહકાર મળશે. સંતાન તરફથી સારા સમાચાર મળી જશે.