અમદાવાદ

આઈપીએલ ફળી અમદાવાદ મેટ્રોનેઃ નવ દિવસમાં બે કરોડની કમાણી

અમદાવાદઃ અમદાવાદથી ગાંધીનગરને જોડતી મેટ્રોની સુવિધા પ્રમાણમાં ઓછી ઉપયોગમાં લેવામાં છે, પરંતુ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાતી ક્રિકેટ મેચ સમયે લોકોની પહેલી પસંદ મેટ્રો બની જાય છે. ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાને લીધે લોકો સ્ટેડિયમ સુધી જવા માટે મેટ્રોની મુસાફરી પસંદ કરે છે.

મંગળવારે ત્રીજી જૂને પૂરી થયેલી આઈપીએલ ટૂર્નામેન્ટની નવ મેચ અમદાવાદમાં રમાઈ હતી અને આ દરમિયાન લગભગ 15 લાખ કરતા પણ વધારે મુસાફરોએ મેટ્રોની સેવાનો ઉપયોગ કર્યો હતો. મેટ્રોને અંદાજે રૂ. 2 કરોડની આવક પણ થઈ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

આ પણ વાંચો: અમદાવાદ મેટ્રોમાં મુસાફરી વખતે ટિકિટની લાઇનમાં ઊભા રહેવાથી મળશે છૂટકારો, એપ્લિકેશન થઈ લૉન્ચ…

સૂત્રો દ્વારા મળેલી આંકડાકીય માહિતી અનુસાર ૨૫ માર્ચના રોજ ૧,૫૯,૯૨૩ લોકોએ મુસાફરી કરી, જેનાથી મેટ્રોને ૨૧.૭૪ લાખની આવક થઈ હતી. ત્યારબાદ ૨૯ માર્ચના રોજ ૧,૮૩,૬૧૮ લોકોએ મુસાફરી કરી, જેનાથી મેટ્રોને ૩૦.૯૦ લાખની આવક થઈ હતી. જેનાથી મેટ્રોને ૨૪.૧૫ લાખની આવક થઈ હતી. ૧૯ એપ્રિલના રોજ ૧,૬૫,૫૫૧ લોકોએ મુસાફરી કરી, જેનાથી મેટ્રોને ૧૯.૪૩ લાખની આવક થઈ હતી. ૨ મેના રોજ ૧,૯૭,૩૮૮ લોકોએ મુસાફરી કરી, જેનાથી મેટ્રોને ૨૯.૩૦ લાખની આવક થઈ હતી. ૨૨ મેના રોજ ૧,૨૧,૪૭૫ લોકોએ મુસાફરી કરી, જેનાથી મેટ્રોને ૧૭.૫૧ લાખની આવક થઈ હતી.

૨૫ મેના રોજ ૧,૪૮,૧૯૨ લોકોએ મુસાફરી કરી, જેનાથી મેટ્રોને ૧૮.૦૯ લાખની આવક થઈ હતી. ૧ જૂનના રોજ ૧,૪૫,૬૫૪ લોકોએ મુસાફરી કરી, જેનાથી મેટ્રોને ૨૨.૩૧ લાખની આવક થઈ હતી. ૩ જૂન આઈપીએલની ફાઇનલ મેચ દરમિયાન ૨,૧૩,૩૩૬ લોકોએ મુસાફરી કરી, જેનાથી મેટ્રોને ૩૨.૧૨ લાખની આવક થઈ હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button