મનોરંજન

કમલ હસનની ‘ઠગ લાઇફ’ને કર્ણાટકમાં રિલીઝ નહીં થવાથી કરોડોનું નુકસાન: શું છે આખો મામલો?

નવી દિલ્હીઃ કમલ હસને ગયા મહિને પોતાની આગાહી ફિલ્મ ‘ઠગ લાઇફ’ (Thug Life)ના પ્રમોશન કાર્યક્રમ દરમિયાન કન્નડ ભાષા પર એક ટિપ્પણી કરી હતી. કમલ હસન(Kamal Haasan)એ કહ્યું હતું કે, કન્નડ ભાષા (Kannada Language) તમિલ ભાષા (Tamil Language)માંથી ઉદ્ભવી છે. આ ટિપ્પણીનો કર્ણાટકના લોકો, ઘણા સંગઠનો અને નેતાઓએ નારાજગી વ્યક્ત કરી અને વિરોધ પણ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં પરંતુ અત્યારે કર્ણાટકમાં કલમ હસનની ફિલ્મ ‘ઠગ લાઈફ’નો વિરોધ થઈ રહ્યો છે.

અભિનેતાને આ બાબતે માફી માંગવા માટે કહેવામાં આવી રહ્યું છે એટલું જ નહીં પરંતુ કર્ણાટક હાઈકોર્ટ(Karnataka High Court)એ પણ મંગળવારે અભિનેતાને ઠપકો આપ્યો હતો અને કહ્યું હતું કે જો તેઓ ઇચ્છે છે કે ફિલ્મ કર્ણાટકમાં રિલીઝ થાય તો તેમણે માફી માંગવી પડશે. પરંતુ કમલ હસને માફી માંગવાની ચોખ્ખી ના પાડી દીધી છે. કન્નડ ફિલ્મ ચેમ્બર ઓફ કોમર્સ (KFCC) ને લખેલા પત્રમાં કમલે કન્નડ ભાષાના મૂળ અંગેના તેમના વિવાદાસ્પદ નિવેદન બદલ માફી માંગવાનો ઇનકાર કર્યો છે. કલમ હસને કહ્યું કે, ‘માફી ભૂલ માટે છે, ગેરસમજ માટે નહીં’. હવે દિગ્ગજ તમિલ અભિનેતા કમલ હસને કર્ણાટકમાં આ ફિલ્મને રિલીઝ (Thug Life release Date) ન કરવાનો નિર્ણય લીધો છે.

‘‘ઠગ લાઈફ’’ને રૂપિયા 12થી 15 કરોડનું નુકસાન થશે

આ સમગ્ર વિવાદ બાદ ઠગ લાઇફ કર્ણાટકમાં રિલીઝ થવાની નથી. તે નક્કી થઈ ગયું છે. પરંતુ તેના કારણે ફિલ્મને નુકાસાન પણ એટલું જ થવાનું છે. કર્ણાટકમાં જો આ ફિલ્મ રિલીઝ નહીં થાય તે મેકર્સને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવું પડશે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે કર્ણાટકમાં રિલીઝ ન થવાને કારણે ‘ઠગ લાઈફ’ને રૂપિયા 12થી 15 કરોડનું નુકસાન થઈ શકે છે. રૂપિયા 12થી 15 કરોડનું નુકસાન ઓછી રકમ નથી. જો કે, અત્યારે કેટલાક લોકો કમલ હસનને સમર્થન પણ આપી રહ્યાં છે.

આ પણ વાંચો – કમલ હસન માફી નહીં માગે અને ફિલ્મ રિલિઝ નહીં થાય, આ સાથે આ નિર્ણય પણ કર્યો

‘I Stand with Kamal Haasan’ હેશટેગથી ચાહકોએ આપ્યું સમર્થન

અત્યારે સોશિયલ મીડિયા ‘આઈ સ્ટેન્ડ વિથ કમલ હસન’ (I Stand with Kamal Haasan) હેશટેગથી કલમ હાસનના ચાહકો પોસ્ટ કરી રહ્યાં છે. સોશિયલ મીડિયામાં અનેક ચાહકો અને ફિલ્મ પ્રેમીઓ અભિનેતાને ટેકો આપી રહ્યા છે. કર્ણાટકમાં તો આ ફિલ્મ રિલીઝ નહીં થાય પરંતુ બાકીના રાજ્યોમાં આ ફિલ્મ કેટલી કમણી કરશે? તેના આંકડા ફિલ્મ રિલીઝ થયા બાદ આ સામે આવશે. પ્રશ્ન એ પણ છે કે, કર્ણાટકમાં રિલીઝ ન થવાના કારણે જે નુકસાન થવાનું છે તેની ભરપાઈ બીજા રાજ્યોમાંથી થઈ શકશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button