રમૂજી સવાલના મનમોજી જવાબ

દર્શન ભાવસાર
બહાનાબાજી કોણ કરે?
ચાલબાજી કરનારા…
નસીબદારના ભૂત રળે તો પ્રેત શું કરે?
ભૂતની કમાણી વાપરે..!
કોઈ નસીબના બળિયા હોય. તો બાકીના?
એકવડિયા….
બહાર વટ મારે એ?
બહારવટિયા….
પરસેવાની કમાણીનો શ્રેષ્ઠ સમય કયો?
ઉનાળો…
આ પણ વાંચો: રમૂજી સવાલના મનમોજી જવાબ
દિલદારની ક્યારથી પડતી થાય?
ઉધાર આપે ત્યારથી….
ગાંધીનગરમાં ગાંધીજીને આવવું હોય તો?
બાપુને કહેજો બીજો ચોથો શનિ અને રવિવાર સિવાય આવે !
વેબ સિરીઝની સિઝન વન- ટુની જેમ લગ્નમાં પણ સિઝન હોય તો?
પહેલી જ સિઝનમાં ઝવય ઊક્ષમ આવી જાય!
યુદ્ધના ભણકારા કેમ વાગે?
આતંકવાદી પોતાની ઔકાત ભૂલે એટલે !
લાઈન મારવી એ ગુનો ગણાય?
ફાવી ગયા તો કળા, નહીં તો ગુનો…
આ પણ વાંચો: રમૂજી સવાલના મનમોજી જવાબ
ચીયર્સ લીડર્સ ગર્લ મેદાન પર જ કેમ ડાન્સ કરે છે?
રસ્તા પર નાચે તો ટ્રાફિક જામ થઈ જાય!
કોઈ ખટપટ કરે તો?
લગાવો ઝટપટ ઝાપટ…
હેન્ડ વોશ અને ફેસ વોશ વચ્ચે શું ભેદ?
ઉપયોગનો અને એની સમજનો.
મૃગજળના જળ ક્યાં મળે?
નેતાઓનાં વચનોનાં રણમાં….
લોકો બાવડા કેમ ફૂલાવતા હશે?
પોતાનો અહમ સંકોચાઈ ના જાય એ માટે!