આઈપીએલ 2025ની ફાઈનલ ભલે આરસીબી જીતી, પરંતુ માલામાલ થયા મુકેશ અંબાણી

મુંબઈ : આઇપીએલ 2025ની ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ હતી. આઈપીએલ થી બીસીસીઆઈ જ નહીં પરંતુ જિયો હોટસ્ટાર જેવા બ્રોડકાસ્ટરે પણ ધૂમ કમાણી કરી છે. જેમાં મુકેશ અંબાણીની માલિકીની જિયો હોટસ્ટાર પર આ વર્ષે 64.3 કરોડ દર્શકોએ ફાઇનલ મેચનો આનંદ માણ્યો છે.
જિયો સિનેમા પર આઇપીએલની ફાઇનલ મેચ જોઈ હતી
જ્યારે ગત વર્ષે 60.2 કરોડ ક્રિકેટ પ્રેમીઓએ જિયો સિનેમા પર આઇપીએલની ફાઇનલ મેચ જોઈ હતી. આ વખતે ગયા વર્ષનો રેકોર્ડ પણ તૂટી ગયો છે. હવે જિયો સિનેમા અને હોટ સ્ટારના મર્જર પછી આ વર્ષે કરોડો લોકોએ જિયો હોટસ્ટાર પર પંજાબ કિંગ્સ અને આરસીબી વચ્ચેની મેચનો આનંદ માણ્યો હતો.
કંપનીના શેરના ભાવમાં 4 જૂને વધારો જોવા મળ્યો
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સ વચ્ચેની ફાઇનલ મેચના ક્રેઝથી મુકેશ અંબાણીએ કમાણી કરી છે. હોટ સ્ટાર અને જિયો સિનેમાના મર્જર બાદ મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પાસે જિયો હોટસ્ટારમાં 63.16 ટકા હિસ્સો છે. જેમાંથી 46.82 ટકા વાયકોમ-18 દ્વારા છે. તેમજ 16.34 ટકા સીધો હિસ્સો છે. ફાઇનલ મેચ દરમિયાન દર્શકોની સંખ્યાને કારણે કંપનીના શેરના ભાવમાં 4 જૂને વધારો જોવા મળ્યો હતો.
લોકો જિયો હોટસ્ટાર સબ્સ્ક્રિપ્શન ખરીદે છે
જેમાં લોકો મેચ જોવા માટે જિયો હોટસ્ટાર સબ્સ્ક્રિપ્શન ખરીદે છે. જેનાથી જિયો હોટસ્ટારની કમાણી થાય છે. સબ્સ્ક્રિપ્શન પ્લાન દ્વારા આવકમાં વધારો કરવાનો સીધો અર્થ મુકેશ અંબાણી માટે ઘણી આવક થાય છે. ફક્ત સબ્સ્ક્રિપ્શન પ્લાન જ નહીં પરંતુ મુકેશ અંબાણી મેચના લાઇવ સ્ટ્રીમિંગ દરમિયાન બતાવવામાં આવતી જાહેરાતોમાંથી પણ ઘણી કમાણી કરે છે.
શું મુકેશ અંબાણી રૂપિયા 6000 કરોડ કમાયા ?
સામાન્ય રીતે આઇપીએલ મેચ દરમિયાન 10 સેકન્ડની જાહેરાત બતાવવા માટે 18 થી 19 લાખ વસૂલવામાં આવે છે. પરંતુ આ વર્ષે આઈપીએલ શરૂ થાય તે પહેલાં, મીડિયા રિપોર્ટ્સમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે આ વખતે ફી 20 થી 30 ટકા વધી શકે છે.આઈપીએલ મેચ શરૂ થાય તે પહેલાં ચર્ચા થઈ હતી કે આ વર્ષે મુકેશ અંબાણી આઇપીએલ મેચ દરમિયાન જાહેરાતો દ્વારા રૂપિયા 6000 કરોડ કમાઈ શકે છે.
કોઈ અંગે કોઇ સત્તાવાર માહિતી પ્રકાશમાં આવી નથી
બ્રોડકાસ્ટર મેચ દરમિયાન જે જાહેરાતો આવે છે તે બતાવવા માટે કંપનીઓ પાસેથી ઘણા પૈસા વસૂલ કરે છે. ફાઇનલ મેચ પછી મુકેશ અંબાણીએ આ વર્ષે મેચ દરમિયાન લોકોને જાહેરાતો બતાવીને કેટલા પૈસા કમાયા છે તે અંગે માહિતી બહાર આવી શકે છે. પરંતુ હાલમાં મુકેશ અંબાણીએ આઇપીએલમાં જાહેરાતો બતાવીને અત્યાર સુધી કેટલા પૈસા કમાયા છે તે અંગે કોઈ સત્તાવાર માહિતી નથી.
આ પણ વાંચો….કોહલી નહીં આ ગુજરાતી રહ્યો આરસીબીની ફાઈનલ જીતનો હીરો