ટ્રમ્પના નિર્ણયથી લાખો ભારતીય વિદ્યાર્થીઓનું ભાવિ અધ્ધરતાલ, પણ પીએમ ચુપઃ જયરામ રમેશે કરી ટકોર

નવી દિલ્હીઃ અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (USA President Donald Trump) દ્વારા લેવામાં આવેલા આકરા નિર્ણયોના કારણે ભારતીય વિદ્યાર્થીઓને અસર થઈ છે. અત્યારે અમેરિકામાં અભ્યાસ અર્થે ગયેલા લાખો ભારતીય વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે. આ બાબતે કોંગ્રેસના સંદેશાવ્યવહારના પ્રભારી મહાસચિવ અને સાંસદ જયરામ રમેશ (Congress MP Jairam Ramesh)એ પીએમ મોદી (PM Modi) પર આકરા વાક્ પ્રહારો કર્યાં છે. ભારત સરકાર પર આ બાબતે જે મોંન સેવ્યું છે તેને લઈને કોંગ્રેસ સાંસદે આકરા પ્રહારો કર્યાં છે.
કોંગ્રેસ સાંસદ જયરામ રમેશે ભાજપ સરકાર પર સાધ્યુ નિશાન
કોંગ્રેસ સાંસદ જયરામ રમેશે એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, વિદેશ મંત્રાલયના આંકડા પ્રમાણે 2024માં ઉચ્ચત્તર અભ્યાસ માટે 3,37,630 ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકામાં અભ્યાસ કરવા માટે ગયાં છે. અમેરિકન કેમ્પસમાં લગભગ ત્રીજા ભાગના વિદેશી વિદ્યાર્થીઓ ભારતના છે. આનો અર્થ એ થયો કે લગભગ સાડા ત્રણ લાખ ભારતીય પરિવારોએ તેમની મહેનતની કમાણીનું રોકાણ કર્યું છે’.
અમેરિકામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં!
જયરામ રમેશે વિદેશમાં ભણતા અને હવે ત્યાં અભ્યાસ કરવા માટે જવાનું વિચારી રહેલા વિદ્યાર્થીઓ માટે ચિંતા વ્યક્ત કરી છે. કહ્યું કે, અત્યારે અમેરિકામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં છે. 2025 માં અમેરિકા જવાની યોજના બનાવી રહેલા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની આશાઓ ક્યારેય પૂર્ણ થશે નહીં. અમેરિકાના નિર્ણયના કારણે ચીને પોતાની પ્રતિક્રિયા આપી છે, પરંતું ભારત દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં ના આવતા તેમણે વડા પ્રધાન પર નિશાન સાધ્યું છે.
વડા પ્રધાન અને વિદેશ પ્રધાનના મૌનથી કોંગ્રેસ નારાજ
રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતાના ઇરાદા સ્પષ્ટ કરી દીધા છે. ચીને ચીની વિદ્યાર્થીઓ અંગે કડક પ્રતિક્રિયા આપી છે. પરંતુ ભારતના વડા પ્રધાન અને વિદેશ પ્રધાને દ્વારા આ અંગે કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. જેથી જયરામ રમેશે એક્સ પર પોસ્ટ કરી સરકાર પર સવાલ કરતા લખ્યું કે, ‘આશ્ચર્યની વાત છે કે, આપણા વડા પ્રધાન અને વિદેશ પ્રધાને સંપૂર્ણ મૌન જાળવી રાખ્યું છે. ઓપરેશન સિંદૂર માત્ર ચાર દિવસમાં બંધ કરી દેવામાં આવ્યું તેવા રાષ્ટ્રપતિ ટ્રમ્પના આ દાવા પર સંપૂર્ણપણે મૌન છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પના પગલાંથી ભારતીય વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો કેવી રીતે ખરાબ રીતે પ્રભાવિત થઈ રહ્યા છે તે અંગે ચિંતાનો એક પણ શબ્દ ઉચ્ચાર્યો નથી’.
આ પણ વાંચો….ટ્રમ્પે લાખો ભારતીય વિદ્યાર્થીઓને આપ્યો ઝટકોઃ અમેરિકાએ સ્ટુડન્ટ વિઝા પર લગાવી રોક, આપ્યો આવો આદેશ