IPL 2025

આરસીબીનો 6,255 દિવસના ઇન્તેજારનો અંત, 286 મૅચ પછી અભૂતપૂર્વ ઉજવણી

પાટીદારની પલ્ટને માણ્યો વિરાટ વિજય, 20 કરોડ રૂપિયાનું પ્રથમ ઇનામ જીત્યા

અમદાવાદ: રોયલ ચેલેન્જર્સ બેંગલૂરુ (RCB)ની ટીમ 2008ની 18મી એપ્રિલે બેંગલૂરુમાં પહેલી આઇપીએલ (IPL)ની પ્રથમ મૅચ રમી ત્યારથી માંડીને મંગળવાર, ત્રીજી જૂને અમદાવાદમાં ૧૮મી આઈપીએલની ફાઈનલ જીતી ત્યાર સુધીના કુલ 6,255 દિવસ સુધી પ્રથમ ટ્રોફી જીતવાની રાહ જોયા બાદ છેવટે સપનું પૂરું કરવામાં સફળ થઈ હતી. આરસીબીની ચેમ્પિયન ટીમને 20 કરોડ રૂપિયાનું પ્રથમ ઇનામ મળ્યું છે. ફાઈનલ (FINAL)માં હારી જનાર પંજાબ કિંગ્સ (PBKS)ની રનર-અપ ટીમને 13 કરોડ રૂપિયાનું બીજું ઇનામ આપવામાં આવ્યું છે.

આરસીબીએ આઈપીએલની પ્રથમ ટ્રોફી જીતતાં પહેલાં આઇપીએલ અને ચેમ્પિયન્સ લીગ મળીને કુલ 286 મૅચ સુધી પણ રાહ જોવી પડી હતી.

https://twitter.com/ESPNcricinfo/status/1929959863532302720?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1929959863532302720%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=about%3Ablank

2008માં પહેલી આઈપીએલની પ્રથમ મૅચ આરસીબીની હતી જે કોલકાતા નાઈટ રાઇડર્સ (કેકેઆર) સામે રમાઈ હતી. એમાં રાહુલ દ્રવિડ આરસીબીનો કેપ્ટન હતો અને વિરાટ કોહલી એ મૅચમાં એક જ રનમાં આઉટ થઈ ગયો હતો. કોલકત્તાના બ્રેન્ડન મૅકલમની ધમાકેદાર અણનમ 158 રનની ઈનિંગ્સવાળી એ મૅચમાં આરસીબી માત્ર 82 રનમાં ઑલઆઉટ થઈ જતાં કોલકાતાનો 140 રનથી શાનદાર વિજય થયો હતો.

આરસીબીએ મંગળવારની ફાઈનલ પહેલાં આઈપીએલમાં ત્રણ અને ચેમ્પિયન્સ લીગમાં એક એમ કુલ મળીને ચાર ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો, પરંતુ ચારેયમાં એણે પરાજય જોવો પડ્યો હતો.

https://twitter.com/ESPNcricinfo/status/1929968467412672843?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1929968467412672843%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=about%3Ablank

આઈપીએલની બહુમૂલ્ય ટ્રોફી જીતનારી આરસીબી આઠમી ટીમ બની છે. આ અગાઉ મુંબઈ ઇન્ડિયન્સ (પાંચ વખત), ચેન્નઇ સુપરકિંગ્સ (પાંચ વખત), કોલકાતા નાઈટ રાઈડર્સ (ત્રણ વખત), રાજસ્થાન રોયલ્સ (એક વખત), ડેકકન ચાર્જર્સ (એક વખત) સનરાઈઝર્સ હૈદરાબાદ (એક વખત) અને ગુજરાત ટાઇટન્સ (એક વખત)એ વિજેતાપદ મેળવ્યું હતું. પંજાબ કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ અને લખનઊ સુપર જાયન્ટ્સ હજી સુધી એક પણ ટ્રોફી નથી જીતી શક્યા.

આ પણ વાંચો….આઇપીએલઃ બેંગલૂરુ પહેલી વાર ચૅમ્પિયન…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button