નેશનલ

પંજાબથી યુટ્યુબર પાકિસ્તાની જાસૂસની ધરપકડ, જાસૂસ જ્યોતિ મલ્હોત્રા અને દાનિશના સંપર્કમાં હતો

ચંદીગઢ: ભારતના ઓપરેશન સિંદૂર બાદ સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે. તેમજ દેશની અંદરથી પાકિસ્તાન માટે જાસૂસી કરતાં લોકોની શોધખોળ હાથ ધરી છે. જેમાં હરિયાણા અને રાજસ્થાનમાંથી જાસૂસોની ધરપકડ બાદ હવે પંજાબમાંથી પણ એક જાસૂસની પોલીસે ધરપકડ કરી છે. જાસૂસીના આરોપસર પંજાબમાંથી એક યુટ્યુબરની ધરપકડ કરવામાં આવી છે. મોહાલી સ્ટેટ સ્પેશિયલ ઓપરેશન સેલે(SSCO)રૂપનગરના મહાલન ગામના રહેવાસી જસબીર સિંહની ધરપકડ કરી છે.

જસબીર સિંહ જાન મહલ નામની યુટ્યુબ ચેનલ ચલાવતો

આ અંગે પંજાબના ડીજીપી ગૌરવ યાદવે જણાવ્યું હતું કે જસબીર સિંહ જાન મહલ નામની યુટ્યુબ ચેનલ ચલાવે છે.
જસબીર સિંહ જાન મહલ નામની યુટ્યુબ ચેનલ ચલાવતો હતો. જે આતંકવાદી સમર્થિત જાસૂસી નેટવર્કનો ભાગ PIO શાકિર ઉર્ફે જટ્ટ રંધાવા સાથે સંકળાયેલો હોવાનું જાણવા મળ્યું છે. જાસૂસીના આરોપમાં ધરપકડ કરાયેલા હરિયાણા સ્થિત યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા અને પાકિસ્તાની હાઇ કમિશનના અધિકારી દાનિશ સાથે પણ નજીકના સંપર્કો ધરાવે છે.

પાકિસ્તાન સ્થિત અનેક નંબરો

તેની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે જસબીર દાનિશના આમંત્રણ પર દિલ્હીમાં પાકિસ્તાન રાષ્ટ્રીય દિવસના કાર્યક્રમમાં હાજરી આપી હતી. જ્યાં તે પાકિસ્તાની સેનાના અધિકારીઓ અને વ્લોગર્સને મળ્યો હતો. તે ત્રણ વખત વર્ષ 2020, 2021, 2024 પાકિસ્તાન ગયો હતો. અને તેના મોબાઈલમાં પાકિસ્તાન સ્થિત અનેક નંબરો હતા જે હવે વિગતવાર ફોરેન્સિક તપાસ હેઠળ છે.

સંદેશાવ્યવહારના તમામ રેકોર્ડ ડિલીટ કરવાનો પ્રયાસ

પાકિસ્તાની જાસૂસ અને યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ બાદ જસબીરે બચવા માટે આ PIO સાથેના તેના સંદેશાવ્યવહારના તમામ રેકોર્ડ ડિલીટ કરવાનો પ્રયાસ કર્યો. સ્ટેટ સ્પેશિયલ ઓપરેશન સેલ(SSCO)ખાતે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

આ પણ વાંચો….રાજસ્થાનથી ઝડપાયેલા પાકિસ્તાની જાસૂસના ભાઇ આસિમની અટકાયત, થયા અનેક ખુલાસા…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button