આમચી મુંબઈ

ઘોડબંદર રસ્તા પર પાલિકાની વિશેષ સફાઈ ઝુંબેશ

સફાઈ માટે સ્વતંત્ર અધિકારી અને કર્મચારીનેે માથે જવાબદારી

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મુંબઈ-અમદાવાદ હાઈવે સાથે કનેક્ટેડ થાણેના ઘોડબંદર રોડ પર થાણે પાલિકા દ્વારા વિશેષ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ઘોડબંદર રોડ, સર્વિસ રોડ, ડિવાઈડર તથા ચોક પર સફાઈનું કામ કરવામાં આવી રહ્યું છે.

થાણે પાલિકા કમિશનર સૌરભ રાવના નિર્દેશ મુજબ થાણેના માજિવાડા-માનપાડા અંતર્ગત આવતા ઘોડબંદર રોડપર બંને તરફ ડીપ ક્લીન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. કાપૂરબાવડીથી પાલતીપાડા, પાતલીપાડાથી હાયપર સિટી, હાયપર સિટીથી નાગલા બંદર અને નાગલા બંદરથી ગાયમુખ એમ આ રસ્તાઓને ચાર વિભાગમાં વહેંચી દેવામાં આવ્યા છે અને દરેક વિભાગ માટે કૉર્ડિનેટર ઓફિસર નીમવામાં આવ્યા છે. દરેક વોર્ડમાં કૉર્ડિનેટરની સાથે આસિસ્ટન્ટ કમિશનર, હેલ્થ ઓફિસર, એક્ઝિક્યુટિવ એન્જિનિયર, સબ એન્જિનિયર, સબ-સેનિટેશન ઈન્સપેકટર, સિનિયર એન્જિનિયર સહિત સ્વચ્છતા કર્મચારીઓને નીમવામાં આવ્યા છે.

આ ઝુંબેશ હેઠળ પાલિકા દ્વારા આખા ઘોડબંદર રોડની સફાઈ પર ધ્યાન કેન્દ્રિત કરવાની છે, જેમાં મેઈન રોડ, સર્વિસ રોડ, ડિવાઈડર પરના કચરાને સાફ કરવાની સાથે ડેબ્રિજને હટાવવામાં આવશે. નાળા તથા ગટરોની સફાઈ સાથે જ રસ્તાની બંને તરફ રહેલા વૃક્ષોની ડાળખીઓનું ટ્રીમિંગ પણ કરવામાં આવશે.

બે દિવસ ચાલનારી આ ઝુંબેશમાં પાલિકાના કર્મચારીઓની સાથે જ સાર્વજનિક બંધાકમ વિભાગ, એમએમઆરડીએ, એમએસઆરડીસી તથા મેટ્રો પણ જોડાઈ છે. લગભગ ૫૦૦ કર્મચારી અને ૧૫ ડમ્પર તેમ જ ઈલેક્ટ્રિક સફાઈ મશીનની મદદથી સફાઈ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો….રાજ્યમાં વધુ એક કમિશનની રચના, ધારાવી પુનર્વિકાસ અંગે મોટી અપડેટ; કેબિનેટની બેઠકમાં 4 મોટા નિર્ણયો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button