નેશનલ

પંજાબમાંથી પકડાયો દેશનો વધુ એક ગદ્દાર, જાણો વિગત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા થોડા દિવસોથી જાસૂસો પર ગાળીયો ભીંસવામાં આવી રહ્યો છે. જ્યોતિ મલ્હોત્રા ઝડપાયા બાદ પંજાબ, હરિયાણા, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્હી, રાજસ્થાન, ગુજરાતમાંથી જાસૂસો ઝડપાયા છે. આ દરમિયાન પંજાબમાંથી વધુ એક જાસૂસ પકડાયો હતો. જે પૈસા લઈને સેનાની ગુપ્ત જાણકારી પાકિસ્તાન મોકલતો હતો. ઓપરેશન સિંદૂર વખતે સમગ્ર દેશ પાકિસ્તાનને પદાર્થ પાઠ ભણાવવાની માંગ કરતો હતો ત્યારે પંજાબનો ગગનદીપ દેશની જાણકારી દુશ્મનોને મોકલતો હતો.

ગગનદીપ સિંહ ઉર્ફે ગગન પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ માટે જાસૂસી કરવા બદલા તરનતારથી ધરપકડ કરવામાં આવી હતી. પંજાબ પોલીસે જણાવ્યું કે, પાકિસ્તાનમાં રહેતો ખાલિસ્તાની આતંકી ગોપાલ સિંહ ચાવલા આઈએસઆઈ સાથે મળીને ભારતમાં જાસૂસી રેકેટ ચલાવતો હતો. તેના ઈશારે આરોપી ગગનદીપ ભારતીય સેનાની ગુપ્ત માહિતી અને આર્મીની મૂવમેંટની જાણકારી પાકિસ્તાનની ગુપ્તચેર એજન્સી તથા ખાલિસ્તાની આતંકી ગોપાલ સિંહ ચાવલાને આપતો હતો.

આપણ વાંચો:  મોંઘીદાટ કારનું કલેક્શન હોવા છતાં આ 70 વર્ષીય ઉદ્યોગપતિ કરે છે સાઈકલની સવારી

ગગનદીપ ખાલિસ્તાની આતંકી ગોપાલ સિંહ ચાવલા સાથે 5 વર્ષથી સંપર્કમાં હતો. ચાવલાએ જ ગગનદીપનો સંપર્ક આઈએસઆઈ એજન્ટ સાથે કરાવ્યો હતો. ગુપ્ત જાણકારીના બદલે આઈએસઆઈ એજન્ટ ગગનદીપને પૈસા પણ મોકલતો હતો. તેના મોબાઇલમાંથી આઈએસઆઈ એજન્ટના 20 કોન્ટેક્ટ નંબર પર પોલીસને મળ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button