IPL 2025ટોપ ન્યૂઝ

આજે ચેમ્પિયન થનારી ટીમને કેટલું રોકડ ઇનામ મળશે?

રનર-અપ ટીમને કેટલા રૂપિયા અપાશે? પ્રથમ આઈપીએલમાં ઈનામી રકમ કેટલી હતી, જાણો છો?

અમદાવાદ: અહીં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે (સાંજે 7.30 વાગ્યાથી) રોયલ ચેલેન્જર્સ બેંગ્લૂરુ (RCB) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે આઈપીએલની 18મી સીઝનની ફાઇનલ છે, વરસાદને લીધે ફાઈનલ ખોરવાઈ જાય તો બુધવારના રિઝર્વ-ડેની સુવિધા પણ છે એ બધું તો બરાબર, પરંતુ ઘણા ક્રિકેટ પ્રેમીઓના મનમાં સવાલ થયો હશે કે આજે ચેમ્પિયન થનારી ટીમને ઇનામમાં કેટલા રૂપિયા (PRIZE MONEY) મળશે?

તો ચાલો, એનો હિસાબ-કિતાબ જાણી લઈએ…

2008માં પહેલી વાર આઈપીએલ રમાઈ હતી અને એ પ્રથમ સીઝનમાં ચેમ્પિયન ટીમ (રાજસ્થાન રોયલ્સ)ની ટીમને 4.80 કરોડ રૂપિયાનું પ્રથમ ઇનામ અપાયું હતું. ત્યારે રનર-અપ ટીમ ચેન્નઈ સુપર કિંગ્સને અડધા એટલે કે 2.40 કરોડ રૂપિયા મળ્યા હતા.

જોકે સમય વીતતો ગયો એમ પ્રાઈઝ મનીમાં વધારો થતો ગયો અને હવે ત્રણથી ચાર ગણા થઈ ગયા છે.

આજે બીસીસીઆઈ કુલ 47 કરોડ રૂપિયાના રોકડ ઇનામની લહાણી કરશે. 1,00,000 કરતાં વધુ સીટની ક્ષમતાવાળા અમદાવાદના સ્ટેડિયમમાં આજે રમાનારી ફાઈનલ જીતનારી ટીમના રૂપમાં આઈપીએલને નવી ચેમ્પિયન ટીમ પણ મળશે.

કઈ ટીમને કેટલું ઇનામ મળશે…‘પેઇંગ-ઇલેવન’ જાણી લઈએ…

(1) ચેમ્પિયન ટીમ: 20 કરોડ રૂપિયા
(2) રનર-અપ ટીમ: 13.5 કરોડ રૂપિયા
(3) ત્રીજા નંબરની ટીમ: 7 કરોડ રૂપિયા
(4) ચોથા નંબરની ટીમ: 6.5 કરોડ રૂપિયા
(5) ઓરેન્જ કૅપ (બૅટ્સમેનોમાં સૌથી વધુ રન): 10 લાખ રૂપિયા
(6) પર્પલ કૅપ (બોલર્સમાં સૌથી વધુ વિકેટ): 10 લાખ રૂપિયા
(7) સીઝનનો સર્વશ્રેષ્ઠ ઊભરતો ખેલાડી: 10 લાખ રૂપિયા
(8) મોસ્ટ વેલ્યૂએબલ પ્લેયર: 10 લાખ રૂપિયા
(9) સુપર સ્ટ્રાઇકર ઑફ ધ સીઝન: 10 લાખ રૂપિયા
(10) સૌથી વધુ સિક્સર: 10 લાખ રૂપિયા
(11) દરેક પ્લેઇંગ મેમ્બર (ઇમ્પૅક્ટ પ્લેયર સહિત)ને પ્રત્યેક મૅચ બદલ ખાસ ઇનામ: 7.5 લાખ રૂપિયા.

આપણ વાંચો:  આઈપીએલ ફાઈનલમાં વરસાદના કારણે એક પણ બોલ ન ફેંકાય તો કોણ બનશે ચેમ્પિયન?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button