Exclusive: IPL ફાઇનલની ટિકિટોમાં ગરબડ, યુવકે લગાવ્યો ગેરરીતિનો આક્ષેપ

અમદાવાદઃ આઈપીએલનો ફાઈનલ મુકાબલો આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આઈપીએલ ફાઈનલ નીહાળવા મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ અમદાવાદ આવી પહોંચ્યા છે. બે દિવસ પહેલા અમદાવાદમાં એક યુવક ટિકિટના બ્લેક કરતો ઝડપાયો હતો. યુવક પાસેથી 1500 રૂપિયાના ભાવની 6 ટિકિટ મળી આવી હતી. યુવક એક ટિકિટ 5000 રૂપિયામાં વેચવાનો હતો. પરંતુ તે પહેલા જ પોલીસની ઝપટે ચડ્યો હતો.

આ દરમિયાન અમદાવાદના એક યુવકે આઈપીએલ 2025ની ફાઇનલ મેચની ટિકિટોના વિતરણમાં ગરબડ થયાની ફરિયાદ કરી હતી. અરજદારના જણાવ્યા અનુસાર, તેમણે ‘District Application’ દ્વારા ટિકિટો બુક કરાવી હતી. તેઓ રાજકોટ હોવાથી તેમણે પોતાના મિત્રને ટિકિટ લેવા મોકલ્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ, ચાર ટિકિટો 30 મેના રોજ નરોડા પોઇન્ટ પરથી સવારે 11 થી સાંજના 6 વાગ્યાની વચ્ચે લેવાની હતી, જ્યારે બાકીની ચાર ટિકિટો 2 જૂનના રોજ મોટેરા સ્ટેડિયમથી સવારે 11 થી સાંજના 6 વાગ્યાની વચ્ચે લેવાની હતી. જો કે, આશ્ચર્યજનક રીતે તમામ આઠ ટિકિટો 30 મેના રોજ બપોરે 12:19:45 વાગ્યે મોટેરા સ્ટેડિયમથી કોઈ અન્ય વ્યક્તિ લઈ ગયું હતું.
અરજદારે આ અંગે આશ્ચર્ય વ્યક્ત કરતા જણાવ્યું કે, આઠેય ટિકિટો લેવાનો સમય કે સ્થળ મોટેરા સ્ટેડિયમ નહોતું. બોક્સ ઓફિસના કર્મચારીઓએ ID પ્રૂફ વગર ટિકિટ આપી ન હોય તેવું કહેવા છતાં, ટિકિટ કોણ લઈ ગયું તેનું ID પ્રૂફ બતાવવામાં આવતું નથી. આથી અરજદારે આમાં કોઈ સાંઠગાંઠ હોવાની શંકા વ્યક્ત કરી હતી.
આઇપીએલ માટે ઓનલાઇન ટિકિટની ખામીયુક્ત વ્યવસ્થાથી ચાહકો નારાજ થયા છે. ચાહકોના મતે એક સમયે ડિજિટલ ઈન્ડિયાની વાતો થાય છે ત્યારે ઓનલાઇન ટિકિટની કંગાળ વ્યવસ્થા નિરાશાજનક છે. તેના કરતાં ટિકિટનો અમુક સ્લોટ ઓફ્લાઇન માટે પણ રાખવાની જરૂર હતી.
સમગ્ર ઘટના આ અંગે આઈપીએલના આયોજકો સાથે કોઈ વાતચીત થઈ શકી નથી પરંતુ મુંબઈ સમાચારને મળેલી બિનસત્તાવાર માહિતી છે.
આ પણ વાંચો….Video: શ્રેયસ ઐયરે શશાંક સિંહને ગાળો આપી? હાથ પણ ના મિલાવ્યો! જાણો કેપ્ટનનો ગુસ્સો કેમ ફાટી નીકળ્યો?