વેપાર

મે મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદનનો પીએમઆઈ આંક ત્રણ મહિનાના તળિયે

નવી દિલ્હી: ગત મે મહિનામાં ફુગાવાલક્ષી દબાણ, માગમાં ઘટાડો અને ભૂરાજકીય-તણાવની સ્થિતિને ધ્યાનમાં લેતા દેશનો ઔદ્યોગિક ઉત્પાદનનો પીએમઆઈ આંક ઘટીને ત્રણ મહિનાની નીચી સપાટીએ રહ્યો છે. ગત મહિનામાં સિઝનલી એડજસ્ટેડ એચએસબીસી ઈન્ડિયા મેન્યુફેક્ચરિંગ પર્ચેઝિંગ મેનેજર્સ ઈન્ડેક્સ (પીએમઆઈ) આગલા એપ્રિલ મહિનાના 58.2 પૉઈન્ટ સામે ઘટીને આગલા ફેબ્રુઆરી પછીની સૌથી નીચી 57.6ની સપાટીએ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે 50ની ઉપરનો આંક વિસ્તરણના અને 50ની નીચેનો આંક જે તે ક્ષેત્રમાં ઘટાડાનો નિર્દેશ આપતો હોય છે. એકંદરે મે મહિનામાં દેશનાં ઉત્પાદન ઉદ્યોગમાં વેપારની સ્થિતિમાં સુધારો રહ્યો હતો, પરંતુ વૃદ્ધિનો દર ત્રણ મહિનાનાં તળિયે રહ્યો હોવાનું સર્વેક્ષણમાં જણાવ્યું છે.

સમીક્ષા હેઠળની કંપનીઓમાં સફળ માર્કેટિંગને ટેકે સ્થાનિક તેમ જ આંતરરાષ્ટ્રીય માગ જોકે, ઈનપૂટ ખર્ચલક્ષી દબાણ, સ્પર્ધા અને ભારત-પાક વચ્ચેના યુદ્ધને કારણે એકંદર વૃદ્ધિ પર અસર જોવા મળી હતી. અર્થાત્ મે મહિનાના ઉત્પાદનનો પીએમએઆઈ ક્ષેત્રમાં મજબૂત વૃદ્ધિનો સંકેત આપે છે. જોકે, ઉત્પાદનમાં વૃદ્ધિ અને નવાં ઓર્ડરોનાં પ્રમાણમાં આગલા મહિનાની તુલનામાં ઘટાડો થયો છે. તેમ જ નવી ટોચે પહોંચેલી રોજગાર વૃદ્ધિ નિશ્ર્ચિતપણે વિકાસના સકારાત્મક સંકેત દાખવે છે, એમ એચએસબીસીનાં ચીફ ઈન્ડિયા ઈકોનોમિસ્ટ પ્રાંજુલ ભંડારીએ જણાવ્યું હતું. રોજગાર અંગે અહેવાલમાં જણાવ્યું હતું કે કંપનીઓએ મે મહિનામાં અતિરિક્ત સ્ટાફની ભરતી કરી છે. પેનલ હેઠળની 12 ટકા કંપનીઓનો રોજગાર વૃદ્ધિદર વિક્રમ સપાટીએ રહેવાની સાથે કાયમી રોજગારમાં પણ વધારો થયો છે. વધુમાં ભાવના મુદ્દે અહેવાલમાં જણાવાયું હતું કે મટિરિયલ ખર્ચમાં વધારાની પણ ઉત્પાદન ક્ષેત્રમાં મહત્ત્વની ભૂમિકા હોય છે. આ ઉપરાંત નૂરભાડાં અને શ્રમીકોના વેતન ખર્ચમાં પણ વધારો થવાની સાથે માગ વધવાને કારણે કાર્યકારી ખર્ચમાં પણ વધારો થયો થવાથી કંપનીઓએ ગત મે મહિનાના વેચાણ ભાવમાં પણ વધારો કરવો પડ્યો હોવાનું ઉમેર્યું હતું. ગત મે મહિનામાં નવાં નિકાસ ઓર્ડરમાં વૃદ્ધિનો દર ત્રણ વર્ષની સૌથી વધુ મજબૂત સપાટીએ રહ્યો છે. પેનલના સભ્યોના જણાવ્યાનુસાર એશિયા, યુરોપ, મધ્યપૂર્વના દેશો અને અમેરિકાની માગ મજબૂત રહી છે.

આપણ વાંચો:  ટ્રેડ વોરની ચિંતા વચ્ચે સોનાના ભાવમાં જોરદાર ઉછાળો, જાણો આજના મુંબઈના લેટેસ્ટ ભાવ?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button