“મારી સાથે જાતિય સતામણી થઈ…” રેચલ ગુપ્તાએ પરત કર્યો મિસ ગ્રેંડ ઈન્ટરનેશનલ ક્રાઉન

આંતરરાષ્ટ્રીય સ્તરે સુંદર યુવતીઓ માટે અનેક સ્પર્ધાઓ યોજાય છે. જેમાં વિજેતા યુવતીને પુરસ્કાર અને એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. મિસ ગ્રેંડ ઈન્ટરનેશનલ પણ આવા એવોર્ડ પૈકીનો એક એવોર્ડ છે. 2024માં તે જલંધરની રેચલ ગુપ્તાએ મિસ ગ્રેંડ ઈન્ટરનેશનલ જીત્યો હતો. પરંતુ હવે તેણે તે એવોર્ડ પરત કરી દીધો છે. જેને લઈને અનેક અટકળો વહેતી થઈ છે. તેનો ખુલાસો કરવા માટે રેચલે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું.
મીડિયાને સંબોધતા રેચલ ગુપ્તાએ જણાવ્યું કે, “એમઆઈજી દ્વારા મારી સાથે દુર્વ્યવહારની સાથોસાથ અભદ્ર શબ્દોનો ઉપયોગ કરીને પરેશાન કરવામાં આવી છે. હું એમઆઈજી દ્વારા થયેલા કોન્ટ્રાક્ટ મુજબ કામ કરી રહી હતી. પરંતુ એમઆઈજીના સભ્ય અને સીઈઓ દ્વારા મારી સાથે હેરાનગતિ તથા જાતિય સતામણી કરવામાં આવી હતી. મારી પર દબાણ પણ કરવામાં આવ્યું હતું. પરંતુ તેણે હાર માનવાને બદલે ક્રાઉન પરત કરી દીધો છે. હવે કોન્ટ્રાક્ટ પણ રદ કરી દેવામાં આવ્યો છે.”
રેચલ ગુપ્તાએ કોન્ટ્રાક્ટ વિશે આગળ જણાવ્યું કે, કોન્ટ્રાક્ટ પ્રમાણે મને એક પણ રૂપિયો આપવામાં આવ્યો નથી.મારા કપડાંથી લઈને જીવન જરૂરી તમામ ખર્ચ મેં જાતે ઉઠાવ્યો છે. એમઆઈજી દ્વારા મનઘડત વાતો ફેલાવવામાં આવી રહી છે.
રેચલના પિતા રાજેશ અગ્રવાલ પણ પોતાની દીકરીના સમર્થનમાં છે. તેમણે કહ્યું કે, અમારે રૂપિયા નથી જોઈતા, પરંતુ પૂરી ઈજ્જત જોઈએ છીએ. મારી દીકરીને બે કંપનીઓ વચ્ચે ફસાવવામાં આવી છે. કોન્ટ્રાક્ટના કારણે તે આગળ કશું કરી શકતી ન હતી. બંને દેશોના કાયદા જુદા-જુદા છે. તેથી બંને દેશના વકીલ આ કેસ પર કામ કરી રહ્યા છે. હું ભારતની છોકરીઓને સંદેશ આપવા માંગુ છું કે, જો કોઈ તમારી સાથે આવું વર્તન કરે છે. તો તમારા પરિવારજનો તમારી સાથે છે. ભારતની છોકરીઓએ ક્યારેય હાર સ્વીકારવાનું શિખી નથી.
રેચલે મિસ ગ્રેંડ ઈન્ટરનેશનલ ક્રાઉનને પરત કરવાને લઈને ટ્વિટર પર માહિતી આપી હતી. ત્યારબાદ મિસ ગ્રેંડ ઈન્ટરનેશનલ દ્રારા ઓફિશિયલ પોસ્ટ કરી તેઓને ક્રાઉનની હકદાર તરીકે બેદખલ કપવામાં આવ્યા હતા. જેના માટે તેઓની અનપ્રોફેશનલ વર્તણૂકનું કારણ આપવામાં આવ્યું હતું.
રેચલ ગુપ્તાએ ફિલિપાઈન્સની ઓપિયાઝાને ગુપ્તાએ મિસ ગ્રેંડ ઈન્ટરનેશનલ પ્રાપ્ત કરવા બદલ અભિનંદન પાઠવ્યા છે. ઓપિયાઝા પહેલી રનરઅપ હતી. જેથી તેને ક્રાઉન આપવામાં આવ્યો છે. તેણે ભગવાનને પ્રાર્થના કરી છે કે, કોઈ છોકરી સાથે કોઈપણ પ્રકારનું ગેરકૃત્ય ન થાય. આગામી સમયમાં રેચલ બોલીવુડની ફિલ્મોમાં નજરે પડશે.
આ પણ વાંચો….મિસ ગ્રાન્ડ ઇન્ટરનેશનલનો તાજ વિવાદ: રેચલ ગુપ્તાની હકીકત