નેશનલ

વાઈબ્રન્ટ ગુજરાતમાં કરાર થવાની અટકળો હતી એ ટેસ્લાને ભારતમાં મેન્યુફેક્ચિરિંગમાં કોઈ રસ નથી

નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્ર્મ્પે ફેબ્રુઆરીમાં ટેસ્લાને લઈ નિવેદન આપ્યું હતું. ટ્રમ્પે કહ્યું હતું કે ટેસ્લાની ભારતમાં ફેકટરી ખોલવાની કોઈ પણ યોજના મોંઘી સાબિત થશે. મસ્કે ટ્રમ્પની આ ધમકીને ગંભીરતાથી લીધી હોય તેમ લાગે છે. કેન્દ્રીય ઉદ્યોગ પ્રધાન એચ ડી કુમારસ્વામીએ કહ્યું કે, ટેસ્લાની ભારતમાં હાલ કોઈ ગાડી બનાવવાની યોજના નથી. ટેસ્લા ભારતમાં કાર બનાવવા અંગે વાઈબ્રન્ટ ગુજરાતમાં કરાર કરે તેવી અટકળો હતી.

કેન્દ્રીય પ્રધાન એચ ડી કુમારસ્વામીએ કહ્યું, ગ્લોબલ ઈવી કંપની ટેસ્લાને ભારતમાં ઈલેક્ટ્રિક કારનું ઉત્પાદન કરવામાં કોઈ રસ નથી. કંપનીની પ્રાથમિકતા ભારતમાં માત્ર શો રૂમ ખોલવાની છે. તેમણે કહ્યું કે, અમે ટેસ્લા પાસેથી મેન્યુફેક્ચરિંગની આશા રાખતા નથી. તેઓ માત્ર શો રૂમ ખોલવા ઈચ્છે છે. ઈલોન મસ્કે ભારતમાં વધારે પડતી ડ્યુટીને રોકાણમાં અડચણ ગણાવી હતી. ટેસ્લાએ ગત માર્ચમાં મુંબઈમાં પહેલો શો રૂમ ખોલવા માટે લીઝ પર હસ્તાક્ષર કર્યા હતા. તાજેતરમાં કંપનીએ ભરતી પણ બહાર પાડી હતી.

સરકારી ઈલેક્ટ્રિક વાહનો પર વિશેષ ધ્યાન આપીને પેસેન્જર્સ કારના ઘરેલું મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા ભાર આપી રહી છે તેવા જ સમયે એચ ડી કુમારસ્વામીએ આ નિવેદન આપ્યું હતું. ઉદ્યોગ સચિવ કામરાન રિઝવીએ પણ કહ્યું કે, જ્યારે તેઓ અરજી કરશે ત્યારે જ તેમનો અસલી ઈરાદો ખબર પડશે.

કુમારસ્વામીએ કહ્યું, હ્યુન્ડાઈ, મર્સિડીઝ, સ્કોર અને કિયા જેવી અનેક યુરોપિયન કંપનીઓ નવી ઈલેક્ટ્રિક વ્હીકલ પોલિસી અંતર્ગત ભારતમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ શરૂ કરવામાં રસ દર્શાવ્યો છે. આ પહેલા એવા અહેવાલ હતા કે ટેસ્લા ભારતમાં કારની આયાત કરશે અને શો રૂમના માધ્યમથી વેચશે. ટેસ્લાના માલિકે મસ્કે કહ્યું હતું કે, તેમને ભારતમાં રોકાણ કરવામાં રસ છે પરંતુ હાઈ ઈમ્પોર્ટ ડ્યુટી અડચણરૂપ બની રહી છે.

વિશ્વમાં ઈલેક્ટ્રિક વાહનની માંગ ભલે ઓછી થઈ રહી હોય, પરંતુ ભારતમાં રસ જળવાઈ રહ્યો છે. જોકે, ભારત સરકારે તાજેતરમાં યોજના હેઠળના પાત્રતા માપદંડોને કડક બનાવ્યા છે, જેમાં ચોથા વર્ષમાં રૂ. 5,000 કરોડ અને પાંચમા વર્ષમાં રૂ.7,500 કરોડની ન્યૂનતમ આવકની જરૂરિયાત રજૂ કરવામાં આવી છે. જે કંપનીઓ આ લક્ષ્યાંકો પૂરા કરવામાં નિષ્ફળ રહેશે 3 ટકા સુધીનો દંડ થઈ શકે છે.

ટેસ્લા હાલમાં ઘણા વૈશ્વિક પડકારોનો સામનો કરી રહી છે. 2025 ના પ્રથમ ક્વાર્ટરમાં, કંપનીએ વૈશ્વિક વાહન ડિલિવરીમાં 13 ટકાનો ઘટાડો અને ચોખ્ખા નફામાં 71 ટકાનો ઘટાડો નોંધાવ્યો હતો. જે તેનો છેલ્લા એક દાયકાથી વધુ સમયમાં પ્રથમ મોટો ઘટાડો હતો.

આ પણ વાંચો….ટેસ્લાના સીએફઓ વૈભવ તનેજાનો પગાર 1139 કરોડ રૂપિયા, ભારત સાથે છે ખાસ નાતો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button