નેશનલ

NEET-PG 2025 મુલતવી રાખવામાં આવી; આ કારણે NBEMSએ લીધો નિર્ણય

નવી દિલ્હી: નેશનલ એલીજીબીલીટી એન્ટ્રન્સ ટેસ્ટ(NEET) પોસ્ટ ગ્રેજ્યુએટ(PG)ની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર છે. નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સ(NBEMS)એ 15 જૂને યોજાનારી NEET PG પરીક્ષા મુલતવી રાખી છે.

પરીક્ષા માટે નવી તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. જાહેર કરવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે પરીક્ષા એક જ શિફ્ટમાં લેવામાં આવશે.

આપણ વાંચો: NEET PGના કટ ઑફમાં થયો ફેરફાર, તમામ શ્રેણીઓ માટે કટઓફ ટકાવારીમાં ઘટાડો

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આ પરીક્ષા મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગયા અઠવાડિયે એક અરજીની સુનાવણી કરતી વખતે, કોર્ટે ઓથોરિટીને પરીક્ષા બે શિફ્ટને બદલે એક જ શિફ્ટમાં લેવાનો આદેશ આપ્યો હતો. એક શિફ્ટમાં પરીક્ષા યોજવા કેન્દ્રોની વ્યવસ્થા કરવા માટે હાલ પરીક્ષા મુલતવી રાખવાનો નિર્ણય લેવામ આવ્યો છે.

ઉમેદવારોને નવા પરીક્ષા શેડ્યુલ અને વધારાની સૂચનાઓ સંબંધિત વધુ અપડેટ્સ માટે નિયમિતપણે NBEMS ની સત્તાવાર વેબસાઇટ તપાસવાની સલાહ આપવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરીને, NBEMS એ સોમવારે જાહેરાત કરી કે NEET-PG 2025 હવે એક જ શિફ્ટમાં લેવામાં આવશે. આ નિર્ણય બાદ લોજિસ્ટિકલ ગોઠવણોની જરૂર છે, ખાસ કરીને પરીક્ષા કેન્દ્રોની સંખ્યા વધારવા અને બધા ઉમેદવારોને એકસાથે સમાવવા માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

આપણ વાંચો: NEET PGની પરીક્ષા પર સ્ટે આપવા પર ‘સુપ્રીમ’ કોર્ટનો ઈન્કાર; 11મીએ જ યોજાશે પરીક્ષા

સુપ્રીમ કોર્ટે આદેશમાં શું કહ્યું?

નોંધનીય છે કે, NEET PG 2025 પરીક્ષા બે શિફ્ટમાં યોજવાના નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશનના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.

સુપ્રીમ કોર્ટે NEET PG 2025 પરીક્ષા અંગે એક આદેશ આપ્યો કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે NEET PG 2025 પરીક્ષા બે શિફ્ટમાં ન લેવી જોઈએ. આ આદેશ અંગે કોર્ટે કહ્યું છે કે જો આવું કરવામાં આવે તો તે વિવિધ સ્તરની મુશ્કેલી ઊભી કરી શકે છે.

કોર્ટે નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન(NBE) ને સ્પષ્ટપણે કહ્યું છે કે તેઓ ફક્ત એક જ શિફ્ટમાં પરીક્ષા યોજવાની વ્યવસ્થા કરે.

આ અરજી યુનાઇટેડ ડોક્ટર્સ ફ્રન્ટ દ્વારા દાખલ કરવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે આ પરીક્ષા દેશભરમાં એક જ સેશનમાં લેવામાં આવે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button