આમચી મુંબઈ

ઝેપ્ટોના સ્ટોરમાંથી એક્સપાયરી ડેટવાળો સામાન મળતા મુંબઈનું લાઈસન્સ રદ

મુંબઈઃ ધારાવીમાં ઝેપ્ટોના ગોડાઉનમાં ખાણીપીણીની વસ્તુઓ પર ફંગસ, એક્સપાયરી ડેટ્સવાળો સામાન મળ્યા પછી ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ (એફડીએ)એ દ્વારા ઝેપ્ટોનું લાઈસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. કાર્યવાહી પછી ઝેપ્ટોએ સત્તાવાર કહ્યું હતું કે ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના માપદંડોનું પાલન કરવાની અમારી પ્રાથમિકતા છે.

આ ગોડાઉન અને સ્ટોરની નીચે જેપ્ટો કંપનીના અનેક ટૂ-વ્હિલર પાર્ક કરવામાં આવ્યા હતા, જ્યાં ઓનલાઈન ઓર્ડર સામાનની ડિલિવરી કરતા હતા. સૌથી ચોંકાવનારી વાત એ હતી કે જ્યાં સામાન રાખવામાં આવ્યો હતો તેની આસપાસના વિસ્તારમાં બહુ ગંદકી હતી.

આ પણ વાંચો: એક્સપાયરીનું ચલણ વધી રહ્યું છે…

એફડીએની કાર્યવાહી પછી ઝેપ્ટોએ સમગ્ર ઘટનાક્રમ અંગે જાણકારી આપી હતી. ઝેપ્ટોના પ્રવક્તાએ કહ્યું હતું કે કંપની ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના નિર્ધારિત ધારાધોરણોનું પાલન કરવા માટે પ્રતિબદ્ધ છે. આ મુદ્દે તપાસ કરવામાં આવી છે, જ્યારે સંબંધિત અધિકારીઓ સાથે મળીને ત્વરિત પાલન કરવા માટે કામ કરી રહ્યા છીએ. અમે અમારા ઉત્પાદનોમાં સર્વોત્તમ અને સૌથી સુરક્ષિત ગુણવત્તા પૂરી પાડવા માટે તમામ પ્રક્રિયાઓને મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છીએ.

લાઈસન્સ રદ્દ કરવા માટે મુદ્દે એફડીએએ જણાવ્યું હતું કે કિરાનાકાર્ટ ટેક્નલોજીસ પ્રાઈવેટ લિમિટેડ (ઝેપ્ટો), મુંબઈનું લાઈસન્સ રદ્દ કરવામાં આવ્યું છે. આ કાર્યવાહી નિર્ધારિત ફૂડ એન્ડ ડ્રગ્સના નિયમોનું પાલન નહીં કરતા કરી છે. તપાસ દરમિયાન અમુક ફૂડમાં ફંગસ મળી આવી હતી, જ્યારે સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: આવી રીતે જાણો દવા અસલી છે કે નકલી

નિર્ધારિત નિયમોનું પાલન નહીં કરતા સહાયક કમિશનર (ફૂડ) દ્વારા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006ની કલમ 32 (3) અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ (ફૂડ બિઝનેસનું લાઈસન્સિંગ અને નોંધણી) રેગ્યુલેશન્સ, 2011ના નિયમન 2.1.8.4 હેઠળ ફૂડ બિઝનેસ લાઈસન્સ તાત્કાલિક સસ્પેન્ડ કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, એફડીએના આદેશમાં જણાવ્યું હતું કે જ્યાં સુધી સંસ્થા સંપૂર્ણ નિયમનકારી પાલન કરે નહીં અને સક્ષમ અધિકારી પાસેથી મંજૂરી મેળવે નહીં, ત્યાં સુધી સસ્પેન્શન અમલમાં રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button