નેશનલ

છઠ પૂજા સુધી રેલવે 283 સ્પેશિયલ ટ્રેનો દોડાવશે, ભીડ નિયંત્રણ માટે RPFની તૈયારી

રેલવે મુસાફરોની સુવિધા માટે અને ભીડ ઘટાડવા માટે ભારતીય રેલવે આ વર્ષે છઠ પૂજા સુધી 283 વિશેષ ટ્રેન ચલાવી રહી છે. આ ટ્રેનો 4,480 ટ્રીપ કરશે. રેલવે મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, દિલ્હી-પટના, દિલ્હી-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા, દાનાપુર-સહરસા, દાનાપુર-બેંગ્લોર, અંબાલા-સહરસા, મુઝફ્ફરપુર-યસવંતપુર, પુરી-પટના, ઓખા જેવા રૂટ પર વિશેષ ટ્રેનો દોડાવવામાં આવશે. આ ઉપરાંત સમગ્ર દેશમાં મુખ્ય મથકોને જોડવાનું આયોજન કરવામાં આવ્યું છે.

બિનઆરક્ષિત કોચમાં મુસાફરોના પ્રવેશ માટે ભીડ-નિયંત્રણ માટે રેલ્વે પ્રોટેકશન ફોર્સ(આરપીએફ)ના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. રેલવે મંત્રાલયે જણાવ્યું હતું કે મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મુખ્ય સ્ટેશનો પર વધારાના RPF જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. ટ્રેનોના સંચાલનને સુનિશ્ચિત કરવા માટે અધિકારીઓને મુખ્ય સ્ટેશનો પર ઇમરજન્સી ડ્યુટી પર તૈનાત કરવામાં આવ્યા છે. પ્લેટફોર્મ નંબરો સાથે ટ્રેનોના આગમન અને પ્રસ્થાનની વારંવાર અને સમયસર જાહેરાત માટે પગલાં લેવામાં આવ્યા છે.

રેલવેએ જણાવ્યું હતું કે મહત્વપૂર્ણ સ્ટેશનો પર ‘મે આઈ હેલ્પ યુ’ બૂથ કાર્યરત કરવામાં આવ્યા છે, જ્યાં મુસાફરોને યોગ્ય સહાય અને માર્ગદર્શન આપવા માટે આરપીએફ કર્મચારીઓ અને ટીટીઈ તૈનાત છે. મેડિકલ ટીમો મુખ્ય સ્ટેશનો પર ઉપલબ્ધ છે. પેરામેડિકલ ટીમ સાથે એમ્બ્યુલન્સ પણ ઉપલબ્ધ છે.

રેલ્વે મંત્રાલયે કહ્યું કે, સુરક્ષા અને તકેદારી વિભાગના કર્મચારીઓ તરફથી કોઈપણ ગેરવર્તણૂક પર કડક નજર રાખવામાં આવી રહી છે. ઝોનલ હેડક્વાર્ટર દ્વારા વેઇટિંગ હોલ, રિટાયરિંગ રૂમ, ખાસ કરીને પ્લેટફોર્મ અને સામાન્ય રીતે સ્ટેશનોમાં સ્વચ્છતા જાળવવા સૂચનાઓ આપવામાં આવી છે.

નોંધનીય છે કે 2022માં પણ ભારતીય રેલ્વેએ છઠ્ઠ પૂજા નિમિતે 216 સ્પેશિયલ ટ્રેનોની 2,614 ટ્રીપનું આયોજન કર્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button