આમચી મુંબઈ

કલ્યાણ રેલવે સ્ટેશન પરિસરમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ,આખો વિસ્તાર જળબંબાકાર

કલ્યાણ: કલ્યાણ-ડોંબિવલીનું સ્માર્ટ સિટીનું કામ ચાલી રહ્યું છે દરમીયાન દોઢથી બે ફૂટ વ્યાસની પાણીની પાઇપલાઇન ફૂટતાં આસપાસના વિસ્તારમાં પાણી જ પાણી થઇ ગયું હતું. પાણીનો ફોર્સ એટલો બધો હતો કે પે એન્ડ પાર્કમાં પાર્ક કરવામાં આવેલ ગાડીઓને પણ નૂકસાન થયું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર એક તરફ કલ્યાણ-ડોંબિવલીમાં સ્માર્ટ સિટીનું કામ પૂર ઝડપે ચાલી રહ્યું છે ત્યાં બીજી બાજુ રાત્રે એક વાગે કલ્યાણ રેલવે સ્ટેશન પાસે પાણીની પાઇપલાઇન ફૂટી હતી. પાણીનો ફોર્સ એટલો બધો હતો કે તેની બાજુમાં આવેલ લોહમાર્ગ પોલીસ સ્ટેશનમાં ધૂંટણી સુધી પાણી ભરાઇ ગયું હતું. એટલું જ નહીં પણ કેટલાંક લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયું હતું.

જે પાઇપલાઇન ફૂટી હતી તેની બાજુમાં પે એન્ડ પાર્ક છે. પાણીના જોરદાર ફોર્સને કારણે પાર્કિંગમાં પાર્ક 15 થી 20 ટુ-વ્હિલરને નૂકસાન થયું હતું. આ પાઇપલાઇન ફૂટતાં લાખો લિટર પાણી વેડફાયું હતું.

પાઇપલાઇન ફૂટતાં આખો વિસ્તાર જળબંબાકાર થઇ ગયો હતો. જેને કારણે રેલવે સ્ટેશન પરથી ઘરે પરત જઇ રહેલ લોકોને ભારે કનડગત થઇ હતી. જેને કારણે આ સ્થળે મોટો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.


મહાનગરપાલિકા દ્વારા પાણી પુરવઠો બંધ કરવાની તજવીજ હાથ ધરાઇ હતી જોકે લગભગ બે કલાક બાદ પાણી પુરવઠો બંધ થયો હતો

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત