ટોપ ન્યૂઝનેશનલ

PM modi MP visit: મહારાષ્ટ્ર બાદ વડા પ્રધાન મોદી આજે મધ્ય પ્રદેશની મુલાકાતે

ભોપાલ: મહારાષ્ટ્ર બાદ હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે 27 ઓક્ટોબર 2023ના રોજ મધ્ય પ્રદેશની મુલાકાત લેશે. વડા પ્રધાન મોદી ચિત્રકૂટના જાનકીકુંડ પરિસરમાં નવી સુપર સ્પેશિયાલિટી હોલ્પિટલનું ઉદઘાટન કરશે. તેઓ અરવિંદભાઇ મફતલાલના સમાધિ સ્થળ પર શ્રદ્ધાંજલી અર્પિત કરશે. આ સાથએ વડા પ્રધાન મોદી એક જનસભાને પણ સંબોધીત કરશે.

સ્થાનિક પ્રશાસન પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર વડા પ્રધાન મોદી આજે સવારે 11:45 વાગે દિલ્હીથી વિશેષ પ્લેનમાં ખજુરાહો પહોંચશે. ત્યાંથી તેઓ બપોરે 12:55 વાગે હેલિકોપ્ટર દ્વારા ચિત્રકુટ દવા રવાના થશે. 1:40 વાગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચિત્રકુટ પહોંચશે. 1:45 વાગે રઘુવીર મંદિરમાં પૂજા-અર્ચના કર્યા બાદ સદગુરુ સંઘ સેવા ટ્રસ્ટના એક્ઝીબિશનનું ઉદઘાટન કરશે. ત્યાર બાદ તેઓ શ્રીરામ સંસ્કૃત મહાવિદ્યાલયની લાયબ્રેરીની મુલાકાત લેશે. અને ત્યાર પછી જાનકીકુંડ હોસ્પિટલ (મધ્ય પ્રદેશ) પરિસરમાં આવેલ અકવિંદભાઇ મફતલાલના સમાધિ સ્થળ પર શ્રદ્ધાં-સુમન અર્પણ કરશે.આ જ પરિસરમાં આવેલ નવી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદઘાટન પણ વડા પ્રધાન મોદીના હસ્તે કરવામાં આવશે.


પ્રાપ્ત વિગતો અનુસાર બપોરે 2:25 મિનીટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી કારમાં વિદ્યાધામ જશે. જ્યાં જાનકીકુંડ સ્ટેડિયમમાં તેઓ સભાનું સંબોધન કરશે. 3:15 વાગે તેઓ જગદગુરુ રામભદ્રાચાર્ય મહારાજનો આશિર્વાદ લેવા તુલસીપીઠ પહોંચશે. અહીં વડા પ્રધાન નરેન્દ્ર મોદી જગદગુરુ રામભદ્રાચાર્ય મહારાજના ત્રણ પુસ્તકોનું વિમોચન પણ કરશે. જગદગુરુ રામભદ્રાચાર્ય દિવ્યાંગ રાજ્ય વિશ્વવિદ્યાલયના દિવ્યાંગ વિદ્યાર્થીઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરશે. ઉપરાંત વડા પ્રધાન મોદી સિયારામ કુટીર પણ જશે. તેઓ ભારતરત્ન રાષ્ટ્રઋષિ નાનાજી દેશમુખને શ્રદ્ધાંજલી અર્પિત કરશે.


મિનીટ ટૂ મિનીટ પ્રોગ્રામ મુજબ વડા પ્રધાન મોદી બપોરે 3:20 થી 4:00 વાગ્યા સુધી પુસ્તકનું વિમોચન કરશે. કાચ મંદિરનું દર્શન કરશે અને લગભગ 10 મિનિટ સુધી જગદગુરુ સાથે વાર્તાલાપ કરશે. સાંજે 4:05 વાગે વડા પ્રધાન મોદી તુલસીપીઠથી હેલીપેડ પહોંચશે. અહીંથી 4:15 વાગે તેઓ ખજુરાહો એરપોર્ટ જવા રવાના થશે.


ચિત્રકુટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આગમનની તૈયારીઓ યુદ્ધસ્તરે ચાલી રહી છે. સદગુરુ સેવા સંઘ ટ્રસ્ટના સંસ્થાપક સ્વ. અરવિંદભાઇ મફતલાલની 100મી જયંતી પર એમના સમાધિ સ્થળ પર પુષ્પાંજલી અર્પણ કરશે. ત્યાર બાદ વડા પ્રધાન મોદી જાનકી કુંડ નેત્ર ચિકિત્સાલય પરિસરમાં તૈયાર કરવામાં આવેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદઘાટન કરશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button