IPL 2025

IPL 2025 Qualifier-1: આવી રહેશે ચંદીગઢની પિચ, કોને થશે ફાયદો? PBKS vs RCB હેડ ટુ હેડ

ચંડીગઢ: ઇન્ડિયન પ્રીમિયર લીગની 18મી સિઝનનો પહેલો ક્વોલિફાયર મેચ આજે ગુરુવારે સાંજે પંજાબ કિંગ્સ (PBKS) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે ચંદીગઢના મુલ્લાનપુર સ્ટેડિયમમાં રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. બંનેમાંથી એક પણ ટીમ હજુ સુધી IPL ટાઈટલ જીતી શકી નથી. PBKS એ છેલ્લે વર્ષ 2014માં અને RCBએ છેલ્લે વર્ષ 2016માં IPL ફાઈનલ રમી હતી. ફાઇનલમાં પહોંચવા આજે બંને ટીમો પૂરી તાકાત લગાવશે.

પીચ રીપોર્ટ:

મુલ્લાનપુર સ્ટેડિયમની પિચ બેટિંગ માટે અનુકૂળ છે. આ મેદાન પર સામાન્ય રીતે હાઈ સ્કોરિંગ મેચ જોવા મળે છે. IPL 2025માં આ સ્ટેડિયમમાં ફક્ત 4 મેચ રમાઈ છે, જેમાં 3 ઇનિંગ્સમાં 200 રનનો આંકડો પાર થયો હતો. આજે 200 થી વધુ સ્કોરનો સ્કોર બની શકે છે.

બોલરોને પ્રથમ ઇનિંગ કરતાં બીજી ઇનિંગમાં વધુ મદદ મળવાની અપેક્ષા છે. આ ગ્રાઉન્ડ પર સ્પિનરો કરતાં ફાસ્ટ બોલરો વધુ અસરકારક રહે છે.

IPLની વર્તમાન સિઝનની 37મી મેચ PBKS અને RCB વચ્ચે આ સ્ટેડિયમમાં મેચ રમાઈ હતી. એ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પંજાબ કિંગ્સને 157 રન પર ઓલ આઉટ કરી દીધી હતી. RCBએ 7 બોલ બાકી રહેતા 7 વિકેટથી મેચ જીતી લીધી હતી.

IPLમાં અત્યાર સુધી આ મેદાનમાં કુલ 9 મેચ રમાઈ છે, જેમાં પહેલા બેટિંગ કરનારી ટીમે 5 મેચ જીતી છે, જ્યારે રન ચેઝ કરનારી ટીમે 4 મેચ જીતી છે.

મુલ્લાનપુર સ્ટેડિયમમાં IPL રેકોર્ડ્સ:
મેચ- 9

પહેલા બેટિંગ કરતી ટીમે જીતેલી મેચ – 5 (55.56%)
રન ચેઝ કરતી ટીમે જીતેલી મેચ- 4 (44.44%)
હાઈએસ્ટ સ્કોર- 219/6
લોએસ્ટ સ્કોર- 95
વિકેટ દીઠ એવરેજ રન 22.55
ઓવર દીઠ એવરેજ રન 8.58
પહેલા બેટિંગ કરતી વખતે સરેરાશ સ્કોર 169.89

આપણ વાંચો:  આજે પંજાબ-બેંગલૂરુ વચ્ચેની મૅચ ન રમાય તો શું?

PBKS વિરુદ્ધ RCB હેડ ટુ હેડ:
પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મુકાબલો રોમાંચક રહ્યો છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 35 મેચ રમાઈ છે, જેમાં PBKSએ 18 મેચ જીતી છે, જયારે RCBએ 17 મેચમાં જીત મળવી છે. જોકે, છેલ્લી 5 મેચમાં RCBએ 4 વખત PBKSને કરાવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button