ટોપ ન્યૂઝનેશનલ

UPSC aspirants ધ્યાન આપો! રજીસ્ટ્રેશન અને અરજી કરવા માટે નવું પોર્ટલ લોન્ચ…

નવી દિલ્હી: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા યોજવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષામાં દર વર્ષે લાખો ઉમેદવારો રજીસ્ટ્રેશન કરતા હોય છે. હવે UPSCની પરીક્ષાઓ માટે રજીસ્ટ્રેશન કરવું વધુ સરળ બન્યું છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ રજીસ્ટ્રેશન અને ઓનલાઈન એપ્લીકેશન ફોર્મ ભરવા માટે એક નવું એપ્લિકેશન પોર્ટલ લોન્ચ કર્યું છે, આ પોર્ટલથી ઉમેદવારો ઓછા સમયમાં અને વધુ સરળતાથી એપ્લીકેશન ફોર્મ ભરી શકશે.

UPSC એ જણાવ્યું હતું કે હવે તમામ અરજદારોએ નવેસરથી રજીસ્ટ્રેશન કરાવવાનનું રહેશે અને upsconline.nic.in વેબસાઇટ પર ડોકયુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું કે હવેથી જૂનું વન ટાઈમ રજીસ્ટ્રેશન (OTR) મોડ્યુલ લાગુ રહેશે નહીં.

આ નવું પોર્ટલ આજે 28 મે થી શરૂ થઈ ગયું છે. UPSC દ્વારા કહેવામાં આવ્યું છે કે CDS પરીક્ષા-II 2025 અને NDA અને NA-II માટે અરજીઓ આ નવા ઓનલાઈન એપ્લિકેશન પોર્ટલ દ્વારા સ્વીકારવામાં આવશે. ઉમેદવારોને હવેથી નવા પોર્ટલનો ઉપયોગ કરવાની સુચના આપવામાં આવે છે.

આ ડોકયુમેન્ટનું ઉપયોગ કરો:
નિવેદનમાં જણાવવામાં આવ્યું કે, “ઓળખ અને અન્ય વિગતોની સરળ અને અડચણ વગર ચકાસણી થઇ શકે એ માટે અરજદારોને તમામ અરજીઓમાં આઇડેન્ટિટી ડોકયુમેન્ટ તરીકે આધાર કાર્ડનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. જેની માદદથી તમામ પરીક્ષાઓમાં કાયમી અને સામાન્ય રેકોર્ડ જાળવવામાં મદદ કરશે.”

એપ્લીકેશન ફોર્મ ભરવું બનશે સરળ:
UPSC એ જણાવ્યું હતું કે ઓનલાઈન એપ્લીકેશન ચાર ભાગમાં વહેંચવામાં આવી છે. હોમપેજ પર 4 અલગ અલગ કાર્ડમાં મૂકવામાં આવે છે, જેમાંથી 3 એકાઉન્ટ બનાવવા, રજીસ્ટ્રેશન અને એપ્લીકેશન ફોર્મ ભરવા માટે છે અને ચોથા ભાગમાં પરીક્ષા સંબંધિત સૂચના, પરીક્ષા અરજી અને અરજીની સ્થિતિ જેવી માહિતી ઉપલબ્ધ રહેશે.

નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે ઉમેદવારોએ પરીક્ષાના નોટિફિકેશનમાં જણાવવામાં આવેલા સમયગાળા દરમિયાન આ ભાગમાં ફક્ત પરીક્ષા સંબંધિત માહિતી ભરવાની રહેશે.

વધુમાં જણાવવામાં આવ્યું હતું કે ઉમેદવારોને પ્રથમ 3 ભાગો ભરવા અને કોઈપણ કમિશનની પરીક્ષા માટે અરજી કરવાની તૈયારી કરવાની સુવિધા આપવામાં આવશે, જેનાથી સમય બચશે અને છેલ્લી ઘડીએ ઉતાવળ કરવાની જરૂર રહેશે નહીં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button