મેટ્રો-4 લાઈનનું નિર્માણઃ થાણેવાસીઓ માટે મહત્ત્વના સમાચાર

મુંબઈઃ વડાલા-ઘાટકોપર-કાસારવડવલી મેટ્રો-૪ લાઇનનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. માજીવાડા મેટ્રો સ્ટેશનનું નિર્માણ કાર્ય આવતીકાલે એટલે 28 મેથી પહેલી જૂન દરમિયાન કરવામાં આવશે. પરિણામે વિવિયાના મોલ નજીકનો ફ્લાયઓવર આ કામ માટે મધ્યરાત્રિએ ટ્રાફિક માટે બંધ કરવામાં આવશે.
મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) વડાલા-ઘાટકોપર-કાસરવડવલી ફોર-લાઇનના બાંધકામ પર કામ કરી રહી છે. આ કામના ભાગરૂપે વિવિયાના મોલ પાસે માજીવાડા સ્ટેશન બનાવવાની કામગીરી ચાલી રહી છે.
આ પણ વાંચો: થાણેવાસીઓ માટે આવ્યા Good News, મેટ્રો-4નું આટલા ટકા કામ પૂરું થયું…
અહીં છતના બાંધકામ સહિત વિવિધ કામ ચાલી હ્યા છે. 60 ટનની ક્રેનની મદદથી આ કામ કરવામાં આવશે. ફ્લાયઓવર પર ક્રેન લગાવવામાં આવશે. આથી મુંબઈથી માજીવાડા ફ્લાયઓવરથી નાશિક કે ઘોડબંદર તરફ જતા તમામ વાહનોને ફ્લાયઓવર પર આવનજાવન કરવા પર પ્રતિબંધ રહેશે.
ઘોડબંદર તરફ જતા વાહનો કાપૂરબાવડી ચોક થઈને ફ્લાયઓવરની નીચેથી આવનજાવન કરશે. એ જ રીતે નાશિક તરફ જતા વાહનો ગોલ્ડન ક્રોસ થઈને ફ્લાયઓવરની નીચે ચાલશે. ટ્રાફિકમાં ફેરફાર 28 મેથી 1 જૂન સુધી દરરોજ રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી અમલમાં રહેશે. આ કામકાજને કારણે મધ્યરાત્રિએ ભીડ થવાની સંભાવના છે.