
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) એ જણાવ્યું હતું કે તેણે 3 જૂને અમદાવાદમાં યોજાનારી ઇન્ડિયન પ્રીમિયર લીગની ફાઇનલ માટે ત્રણેય સશસ્ત્ર દળોના વડાઓને આમંત્રણ આપ્યું છે. ટુર્નામેન્ટના સમાપન સમારોહ દરમિયાન તાજેતરના ઓપરેશન સિંદૂરમાં તેમના ‘વીર પ્રયાસો’ને સલામ કરવામાં આવશે.
બીસીસીઆઈના સચિવ દેવજીત સૈકિયાએ એક મીડિયા નિવેદનમાં આ જાહેરાત કરી હતી. સૈકિયાએ જણાવ્યું હતું કે “અમે ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી કરવા માટે અમદાવાદમાં આઈપીએલ ફાઇનલમાં તમામ ભારતીય સશસ્ત્ર દળોના વડાઓ, ઉચ્ચ અધિકારીઓ અને સૈનિકોને આમંત્રણ આપ્યું છે.
સૈકિયાએ કહ્યું કે બીસીસીઆઇ દેશના સશસ્ત્ર દળોની “બહાદુરી, હિંમત અને નિઃસ્વાર્થ સેવા” ને સલામ કરે છે. તેમણે “ઓપરેશન સિંદૂર હેઠળના વીર પ્રયાસો” ની પ્રશંસા કરી જેણે રાષ્ટ્રની રક્ષા કરી અને તેમને પ્રેરણા આપી હતી..
આ પણ વાંચો: આજે બેંગ્લૂરુ જીતે તો શુક્રવારે પ્લે-ઑફમાં મુંબઈ વિરુદ્ધ ગુજરાત…
તેમણે કહ્યું હતું કે “તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે અમે સમાપન સમારોહ સશસ્ત્ર દળોને સમર્પિત કરવાનો અને આપણા નાયકોનું સન્માન કરવાનો નિર્ણય લીધો છે,” સૈકિયાએ કહ્યું હતું કે. જ્યારે ક્રિકેટ એક રાષ્ટ્રીય ઝનૂન રહ્યું છે, ત્યારે આપણા રાષ્ટ્ર અને તેની સાર્વભૌમત્વ, અખંડિતતા અને સુરક્ષાથી મોટું કંઈ નથી.
જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી આર્મી ચીફ છે જ્યારે એડમિરલ દિનેશ કે ત્રિપાઠી નૌકાદળના વડા છે. એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહ વાયુસેનાના વડા છે. નોંધનીય છે કે 22 એપ્રિલના રોજ પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા જેમાં મોટાભાગના પ્રવાસીઓ હતા.
આ હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું. બાદમાં બંન્ને દેશો વચ્ચે લશ્કરી સંઘર્ષ થયો હતો. ત્યારબાદ પાકિસ્તાને યુદ્ધવિરામની વિનંતી કરતા બંન્ને દેશો વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કરાઇ હતી.