આમચી મુંબઈ

દક્ષિણ મુંબઈમાં બુધવારે પાણીપુરવઠો પૂર્વવત્ રહેશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મુંબઈ મહાનગરપાલિકા દ્વારા બુધવાર, ૨૭ મેના પાંજરાપૂર પમ્પિંગ સ્ટેશનમાં પાણીપુરવઠામાં સુધારણા કરવા માટે કામ હાથ ધરવામાં આવવાના હતા અને તેેેને કારણે દક્ષિણ મુંબઈમાં ૨૪ કલાક માટે પાણીપુરવઠો બંધ રાખવામાં આવવાનો હતો.

જોકે પ્રતિકૂળ હવામાન અને વરસાદના અંદાજાને કારણે કામ રદ કરવામાં આવ્યું છે. તેથી બુધવારે મુંબઈ સહિત, થાણે અને ભિવંડી-નિઝામપૂર મહાનગરપાલિકામાં પાણીપુરવઠો પૂર્વવત્ રહેશે.

આપણ વાંચો: આજે અને આવતી કાલે મુંબઈના આ વિસ્તારોમાં પાણીપુરવઠા બંધ રહેશે

જોકે, ગઇકાલે  મુંબઈ મહાનગરપાલિકા દ્વાર ઈ વોર્ડ પાણીપુરવઠામાં સુધારણા કરવા માટે નવા કામ હાથ ધરવામાં આવી હતી. આ કામ અંતર્ગત નવાનગર, ડૉકયાર્ડમાં રહેલી જૂની ૧,૨૦૦ મિ.મી. વ્યાસની પાઈપલાઈન બંધ કરીને નવી ૧,૨૦૦ મિ.મી. વ્યાસની પાઈપલાઈન ચાલુ કરવામાં આવવાની છે.

તેમ જ ભંડારવાડા રિઝવિયરમાં કમ્પાર્ટમેન્ટ-એકમાં ૯૦૦ મિમી. વ્યાસની જૂના ફ્લડગેટ કાઢીને નવા ૯૦૦ મિ.મી. ફલડગેટ બેસાડવામાં આવવાના છે. આ બંને કામ આવતીકાલે એટલે ૨૮ મે, ૨૦૨૫ના સવારના ૧૦ વાગ્યાથી ગુુરુવાર ૨૯ મે, ૨૦૨૫ના સવારના ૧૦ વાગ્યા સુધી ૨૪ કલાક માટે હાથ ધરવાના હતા, પરંતુ એ રદ્દ કર્યું હોવાથી પાણી પુરવઠો રાબેતા મુજબ આવશે, એમ પાલિકાએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button