આમચી મુંબઈ
કલ્યાણ-ડોંબિવલીમાં કોરોના દર્દીનું મોત

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દેશભરમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે હાલ રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસ ૬૬ થઈ ગયા છે, જેમાં સૌથી વધુ કેસ મુંબઈમા નોંધાયા છે. હાલ મુંબઈમાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો ૩૧ થઈ ગયો છે. તો કલ્યાણ-ડોંબિવલીમાં કોરોનાને કારણે દર્દીનું મૃત્યુ થયું હતું.
આ પણ વાંચો: કોરોનાના નવા વેરિઅન્ટ્સ કેટલા ખતરનાક? ICMRએ આપી મહત્વની માહિતી, જાણો શું કહ્યું
મંગળવાર, ૨૭ મેના દિવસ દરમ્યાન કોરોનાના ૧૦૬ દર્દી સાજા થયા હતા. મંગળવારના કોરોનાના ૬૬ નવા દર્દી નોંધાયા હતા. જેમાં મુંબઈમાં ૩૧, પુણેમાં ૧૮, થાણેમાં સાત, નવી મુંબઈમાં ચાર, પનવેલમાં ત્રણ, સાંગલીમાં એક અને નાગપૂરમાં બે કેસ નોંધાયા હતા. આ દરમ્યાન થાણે જિલ્લાના કલ્યાણ-ડોંબિવલી પાલિકામાં કોરોનાની મહિલા દર્દીનું સારવાર દરમ્યાન હૉસ્પિટલમાં મૃત્યુ થયું હતું