અમદાવાદ

કચ્છ અને મહેસાણા જિલ્લાના પ્રવાસીઓ માટે મહત્ત્વના સમાચાર, જો ટ્રેનમાં ટ્રાવેલ કરવાના હો તો વાંચી લો

અમદાવાદ: આગામી દિવસોમાં ગુજરાતમાં ટ્રેન મારફતે મુસાફરીનું આયોજન કરનારા લોકો માટે મહત્વના સમાચાર છે. સામાખ્યાળી-ગાંધીધામ સેક્શનના ભીમાસર સ્ટેશન પર નૉન ઈન્ટરલોકિંગ કામને લીધે કેટલીક ટ્રેનો રદ કરવવામાં આવી છે. આ ઉપરાંત મહેસાણા-પાલનપુર સેક્શનમાં એન્જિનિયરીંગ કામને લીધે કેટલીક ટ્રેનો સિદ્ધપુર સ્ટેશન પર નહીં રોકાય.

પશ્ચિમ રેલ્વેએ આપેલી માહિતી મુજબ અમદાવાદ મંડળના સામાખ્યાળી-ગાંધીધામ સેક્શનના ભીમાસર સ્ટેશન પર AFTPL સાઈડિંગની નૉન ઈન્ટરલોકિંગ કનેક્ટિવિટીના કમીશનીંગ કામ માટે બ્લોકને લીધે કેટલીક ટ્રેનો રદ રહેશે. જેની વિગતો નીચે પ્રમાણે છે :

  1. 29 મે 2025 ની ટ્રેન નંબર 94801 અમદાવાદ-ભુજ નમો ભારત રેપિડ રેલ
  2. 30 મે 2025 ની ટ્રેન નંબર 94802 ભુજ-અમદાવાદ નમો ભારત રેપિડ રેલ
  3. 28 અને 29 મે 2025 ની ટ્રેન નંબર 22483 જોધપુર-ગાંધીધામ એક્સપ્રેસ
  4. 29 અને 30 મે 2025 ની ટ્રેન નંબર 22484 ગાંધીધામ-જોધપુર એક્સપ્રેસ
  5. 29 અને 30 મે 2025 ની ટ્રેન નં. 19406/19405 ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ
  6. 29 અને 30 મે 2025 ની ટ્રેન નંબર 09446/09445 ભુજ-રાજકોટ-ભુજ સ્પેશિયલ

પશ્ચિમ રેલવેએ એમ પણ જણાવ્યું કે મહેસાણા-પાલનપુર સેક્શનના સિદ્ધપુર સ્ટેશન પર ક્રૉસઓવરના શિફ્ટીંગ કામને કારણે કેટલીક ટ્રેનો સિદ્ધુપર સ્ટેશન પર નહીં રોકાય.

નીચે જણાવેલી ટ્રેનો સિદ્ધપુર સ્ટેશન પર નહીં રોકાય:

  1. 28 થી 30 મે 2025 સુધી ટ્રેન નંબર 79438 આબૂરોડ-મહેસાણા ડેમૂ
  2. 27 થી 29 મે 2025 સુધી ટ્રેન નંબર 19224 જમ્મૂતાવી-સાબરમતી એક્સપ્રેસ
  3. 27 થી 29 મે 2025 સુધી ટ્રેન નંબર 19032 યોગ નગરી ઋષિકેશ-સાબરમતી એક્સપ્રેસ
  4. 27 થી 29 મે 2025 સુધી ટ્રેન નંબર 19412 દોલતપુર ચોક-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ
  5. 28 થી 30 મે 2025 સુધી ટ્રેન નંબર 14821 જોધપુર-સાબરમતી એક્સપ્રેસ
  6. 27 થી 29 મે 2025 સુધી ટ્રેન નંબર 14701 શ્રી ગંગાનગર-બાન્દ્રા ટર્મિનસ અરાવલી એક્સપ્રેસ
  7. 27 મે 2025 ની ટ્રેન નંબર 20952 જયપુર-ઓખા અઠવાડિક એક્સપ્રેસ
  8. 27 મે 2025 ની ટ્રેન નંબર 22916 હિસાર-બાન્દ્રા ટર્મિનસ અઠવાડિક એક્સપ્રેસ
  9. 29 મે 2025 ની ટ્રેન નંબર 16507 જોધપુર-કેએસઆર બેંગલુરૂ એક્સપ્રેસ

રેલવેએ યાત્રીઓને ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને પોતાની મુસાફરીનું આયોજન કરવાની સલાહ આપી છે. ટ્રેનોના સ્ટોપ અને રૂટ વિશે વિગતવાર માહિતી માટે રેલવેએ મુસાફરોને www.enquiry.indianrail.gov.in વેબસાઈટ પર તપાસ કરવા સુચન કર્યું છે.

આ પણ વાંચો….“હવે 7 કલાકમાં દાદાના દર્શન!” અમદાવાદ-વેરાવળ વંદે ભારત ટ્રેન સેવાની નિયમિત શરૂઆત; કેટલું હશે ભાડું? જાણો….

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button