‘સૂર્યવંશમ’ સ્ટાઈલમાં અનુષ્કાના ભાઈની ચેતવણી, ‘હીરા ઠાકુર પેદા થઈ શકે!’

પટણા/નવી દિલ્હીઃ આજકાલ લાલુ પ્રસાદ યાદવનો પરિવાર ચૂંટણીને કારણે નહીં, પણ બીજા કારણોસર ચર્ચામાં છે. લાલુ પ્રસાદ યાદવનો મોટો દીકરો તેજપ્રતાપ યાદવ તેના અંગત જીવનને લઈને ચર્ચાને ચગડોળે ચઢ્યો છે.
તેજ પ્રતાપ યાદવની કથિત ગર્લફ્રેન્ડ અનુષ્કા યાદવના ભાઈ આકાશ યાદવે તેના અફેર પર પ્રતિક્રિયા આપી છે. આકાશે પટણામાં દાવો કર્યો હતો કે તેજ પ્રતાપ યાદવ સાથે કાયમ અન્યાય થયો છે અને તેજસ્વી યાદવની આસપાસના લોકો જ કાવતરામાં સામેલ છે.
આપણ વાંચો: RJDમાં ઉથલપાથલ: લાલુ પ્રસાદ યાદવે મોટા દીકરાને પક્ષ-પરિવારમાંથી કરી હકાલપટ્ટી
આ દરમિયાન તેણે લાલુ પ્રસાદ યાદવ અને તેજ પ્રતાપની સરખામણી ફિલ્મ ‘સૂર્યવંશમ’ના પાત્રો ઠાકુર ભાનુ પ્રતાપ અને હીરા ઠાકુર સાથે કરી હતી. આકાશ યાદવે કહ્યું હતું કે ‘આગામી સમય તેજસ્વી યાદવ માટે મુશ્કેલ હોઈ શકે છે.
લાલુ પ્રસાદ યાદવ અને તેજસ્વી પાસે હજુ પણ તક છે, જો તેઓ ઈચ્છે તો પરિસ્થિતિ સંભાળી શકે છે પણ જો પરિસ્થિતિ કાબુ બહાર જશે તો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પણ પરિવારને બચાવી શકશે નહીં.
આપણ વાંચો: ‘હું સંસદમાં નથી, નહીં તો..’ વક્ફ બિલ પર ચર્ચા વચ્ચે લાલુ પ્રસાદ યાદવનું નિવેદન
આકાશે આગળ કહ્યું હતું કે તેજસ્વીની આસપાસના લોકો આ સમગ્ર ષડયંત્રમાં સામેલ છે. તેજ પ્રતાપ સાથે હંમેશા અન્યાય થયો છે. લાલુ પ્રસાદ યાદવ સમાજના એક આદરણીય વ્યક્તિ છે. લાલુએ અનુષ્કાનું ચરિત્ર હનન થઇ રહ્યું છે તેને તાત્કાલિક રોકવું જોઈએ.
તેમણે એમ પણ કહ્યું કે તેજ પ્રતાપ અને અનુષ્કાના લગ્ન થયા કે નહીં તે અંગે તેઓ કોઈ ટિપ્પણી નહીં કરે. પરંતુ અનુષ્કા વિરુદ્ધ થઈ રહેલ ચરિત્ર હનન તાત્કાલિક બંધ થવું જોઈએ. ‘અમે ન્યાય નહીં, પણ પ્રતિષ્ઠા બચાવવા વિશે વાત કરી રહ્યા છીએ.
આકાશ યાદવે પોતાના નિવેદનમાં લાલુ પ્રસાદ યાદવની તુલના ફિલ્મ ‘સૂર્યવંશમ’ના પાત્રો સાથે કરી અને કહ્યું, ‘શું લાલુ યાદવ પોતાને મુગલ-એ-આઝમ અથવા ઠાકુર ભાનુ પ્રતાપ તરીકે જોવા માંગે છે? જો આવું થશે તો એક દિવસ હીરા ઠાકુરનો પણ જન્મ થશે.