આ છે દુનિયાનો સૌથી રિચેસ્ટ યુટ્યૂબર, શાહરુખ ખાનને પણ છોડી દીધો પાછળ…

આજકાલ લોકો કમાણી કરવા માટે જાત જાતના ઉપાયો અને હાથકંડા અજમાવે છે અને એમાંથી જ એક એટલે સોશિયલ મીડિયા, યુટ્યૂબ પર કન્ટેન્ટ પોસ્ટ કરીને કમાણી કરવાનો. આજે કેટલાય યુટ્યૂબર્સ છે જેઓ યુટ્યૂબ પર વીડિયો પોસ્ટ કરીને કમાણી કરે છે, પણ વાત કરીએ દુનિયાના સૌથી અમીર યુટ્યૂબરની તો શું તમને એના વિશે ખબર છે? એટલું જ નહીં આ યુટ્યૂબર પોતાની કમાણીનો મોટો હિસ્સો દાન કરી દીધા બાદ પણ તે અબજોપતિ છે. ચાલો તમને આ વિશે જણાવીએ-
દુનિયાના સૌથી અમીર યુટ્યૂબરનું નામ છે મિસ્ટરબીસ્ટ અને તેણે કમાણીના મામલામાં તો બોલીવૂડના બાદશાહ શાહરૂખ ખાનને પણ મ્હાત આપી દીધી છે. મિસ્ટરબીસ્ટને તો બધા જાણે છે, પણ તેનું રિયલ નામ જેમ્સ સ્ટીફન જિમ્મી છે અને તે દુનિયાનો નંબર વન યુટ્યૂબર બની ગયો છે.
તમને જાણીને નવાઈ લાગશે કે મિસ્ટરબીસ્ટ સૌથી નાની વયે અબજોપતિ બની ચૂક્યા છે અને ચાલો તમને એની નેટવર્થ વિશે જણાવીએ. 27 વર્ષીય જેમ્સ સ્ટીફનની નેટવર્થ 1 બિલિયન ડોલર છે. આ પહેલાં 2022માં ફોર્બ્સ મેગેઝિન અનુસાર તેની સંપત્તિ 500 મિલિયન ડોલર હતી. જોકે, હવે નવો રિપોર્ટ સામે આવી ચૂક્યો છે અને એમાં મિસ્ટરબીસ્ટ નવી નવી ઊંચાઈઓને સ્પર્શી રહ્યા છે.
મિસ્ટરબીસ્ટે કમાણીના મામલામાં દુનિયાભરના અનેક સ્ટાર્સને પાછળ છોડી દીધા છે. મિસ્ટરબીસ્ટની નેટવર્થ ટોમ ક્રૂઝ (900 મિલિયન ડોલર), શાહરૂખ ખાન (877 મિલિયન ડોલર) અને જ્હોની ડેપ (100 મિલિયન ડોલર)થી પણ વધારે હોય છે.
મિસ્ટરબીસ્ટે 2024માં ઓપરેશનલ ખર્ચને ઘટાડ્યા બાદ પોતાની તમામ યુટ્યૂબની કમાણી દાન કરવાનો નિર્ણય લીધો હતો. 1000 દર્દીઓનું મોતિયાનું ઓપરેશન કરાવી ચૂક્યો છે અને 100થી વધુ કાર દાન કરી ચૂક્યા છે.
આ પણ વાંચો….ફોન પર વાત કરતી વખતે પહેલો શબ્દ હેલો બોલો છો, પરંતુ એનું ફૂલફોર્મ જાણો છો?