બેકારી બોલતી હૈઃ ગુજરાતમાં તલાટીની ભરતી માટે 22,000થી વધુ લોકોની અરજી

અમદાવાદ: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મહેસૂલ તલાટીની કુલ ર,૩૮૯ જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ ભરતી માટે જુલાઈ મહિનામાં પરીક્ષા યોજાશે. સોમવારથી ઓનલાઇન અરજીઓ સ્વીકારવાનું શરૂ કરવામાં આવ્યું હતું, જેના માટે ઉમેદવારોનો ધસારો જોવા મળી રહ્યો છે. મંડળને માત્ર ગણતરીની કલાકોમાં જ ૨૨ હજારથી વધુ અરજીઓ મળી ચુકી છે.
આ ભરતી માટે ર૬ મે સોમવારના બપોરે ર વાગ્યાથી ઓનલાઇન અરજી ખોલવામાં આવી હતી. સુત્રોના જણાવ્યા મુજબ અરજી ખુલ્યાના માત્ર રર કલાકમાં એટલે કે મંગળવારે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં રર,૧૦૦ જેટલી અરજીઓ થઇ ચુકી છે. જેમાંથી ૧૪,૩પ૦ જેટલી અરજીઓ કન્ફર્મ થઇ ગઇ છે અને ૭,૧૦૦ જેટલા ઉમેદવારોએ પરીક્ષા ફી ચૂકવી દીધી છે.
આ ભરતી માટે ૧૦ જૂન, ૨૦૨૫ ના રાત્રે ૧૧:૫૯ વાગ્યા સુધી અરજી સ્વીકારવામાં આવશે ચાલશે. ઉમેદવારોના ધસારાને જોતા કુલ ૩ લાખથી વધુ અરજીઓ થાય તેવી શક્યતા છે. અહેવાલ મુજબ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ઉમેદવારોની પ્રાથમિક પરીક્ષા જુલાઇમાં યોજી શકે છે.
મહેસૂલ તલાટીની આ ભરતી પ્રક્રિયા નવા નિયમો હેઠળ કરવામાં આવશે, જેમાં ઉમેદવારોની લાયકાત, ઉંમર, અને પરીક્ષા પદ્ધતિ સહિતની બાબતોમાં મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે. ઉમેદવારોએ આ ભરતી માટે ઓજસની વેબસાઈટ https://ojas.gujarat.gov.in પર અરજી કરી શકે છે.
આ પણ વાંચો….સરકારી નોકરીની સુવર્ણ તક: ગુજરાતમાં ૨૩૮૯ રેવન્યુ તલાટીની ભરતી જાહેર, જાણો સંપૂર્ણ વિગત…