ITR ફાઇલિંગની તારીખ લંબાવાઈ: કરદાતાઓને મોટી રાહત

નવી દિલ્હીઃ દેશભરના કરોડો ઈન્કમ ટેક્સ ભરનારા કરદાતાઓ માટે મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (સીબીડીટી)એ રિટર્ન ભરવાની તારીખ વધારવાનો નિર્ણય કર્યો છે, જે કરદાતા માટે મોટી રાહતસમાન છે.
સીબીટીડીના અહેવાલ અનુસાર નાણાકીય વર્ષ 2024-25 માટે આઈટીઆર (ઈન્કમ ટેક્સ રિટર્ન) ભરનારા માટે અંતિમ તારીખ 31 જુલાઈ, 2025થી લંબાવીને 15 સપ્ટેમ્બર કરવામાં આવી છે. આઈટીઆર ફોર્મ, સિસ્ટમ ડેવલપમેન્ટની જરુરિયાત અને ટીડીએક ક્રેડિટ રિફ્લેક્શનમાં મહત્ત્વપૂર્ણ સંશોધનની કામગીરીને કારણે તારીખ લંબાવી છે.
ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મારફત કરદાતાઓને જાણકારી આપવામાં આવી છે. પોસ્ટમાં લખ્યું છે સીબીડીટીએ આઈટીઆર ફોર્મ ભરવાની તારીખ લંબાવી છે. હવે 31 જુલાઈના બદલે 15 સપ્ટેમ્બર 2025 સુધી તારીખ લંબાવી છે. સરકારે નવી તારીખ લંબાવવા પાછળનો આશય ખાસ કરીને આઈટીઆર ફોર્મ, સિસ્ટમ ડેવલપમેન્ટની જરુરિયાત અને ટીડીએસ રિફ્લેક્શનમાં મહત્ત્વપૂર્ણ સંશોધનનો સમાવેશ થાય છે.
31 જુલાઈ, 2025 સુધીમાં આઈટીઆર ફાઈલિંગની ડેડલાઈન લાગુ પડતી હોય છે, જેમાં મોટા ભાગના સરકારી કર્મચારીઓ અને તમામ પ્રકારના કરદાતાનો પણ સમાવેશ થાય છે, જેમના ખાતાનું ઓડિટ કરવાનું જરુરી હોતું નથી. હવે કર્મચારીઓને તેમનું ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવામાં વધુ 46 દિવસ મળશે. જો અંતિમ તારીખ સુધીમાં આઈટીઆર ફાઈલ નહીં કરો તો 5,000 રુપિયા સુધીનો દંડ થશે.
આ પણ વાંચો….રિક્ષા-ટેક્સીચાલકો મીટર રિકેલિબ્રેશન નહીં કરે તો દંડ થશે, જાણો ડેડલાઈન?