મેં જ્વેલરી, મોબાઈલ ફોન રેપિડોવાળા આલોકભૈયાને આપી દીધા… કેમ વાઈરલ થઈ રહી છે આ પોસ્ટ, શું છે અર્થ?

આપણામાંથી ઘણા લોકોએ અનેક વખત ઓનલાઈન કેબ સર્વિસનો ઉપયોગ કર્યો હશે. અત્યાર સુધીમાં અનેક વખત આપણને ઓલા, ઉબર અને રેપિડો ડ્રાઈવરની ઉદ્ધતાઈ અને ગેરવર્તણૂંકના અનુભવો થયા હશે. પરંતુ હાલમાં સોશિયલ મીડિયા પર એક કિસ્સો વાઈરલ થઈ રહ્યો છે. આ કિસ્સો વાંચ્યા પછી નેટિઝન્સ રેપિડો રાઈડરના વખાણ કરતાં નથી થાકી રહ્યા. આવો જોઈએ આખરે એવું તે શું કર્યું છે રેપિડો રાઈડરે…
વાત જાણે એમ છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રેડિટ પર એક પોસ્ટ વાઈરલ થઈ રહ્યો છે. આ પોસ્ટમાં દિલ્હીમાં રહેતાં એક વિદ્યાર્થીને 45 મિનિટમાં પોતાના એક્ઝામ સેન્ટર પર પહોંચવાનું હોય છે એટલે તે રેપિડો રાઈડ બૂક કરે છે. રેપિડો રાઈડથી વિદ્યાર્થી સેન્ટ પર તો પહોંચી જાય છે અને એ પણ એક મિનિટ પહેલાં. પરંતુ અહીં કહાનીમાં ટ્વીસ્ટ આવે છે.
આપણ વાંચો: સારા તેંડુલકરે કરી લીધી સગાઈ? સોશિયલ મીડિયા પર શેર કર્યા ખાસ ફોટો…
પરીક્ષા માટે મોડા પડેલાં વિદ્યાર્થીને પોતાની કિંમતી જ્વેલરી, મોબાઈલ ફોન વગેરે ઉતારવાનો સમય રહ્યો નહીં. આવા સમયે તેણે પોતાની સાથે આવેલા રેપિડો રાઈડર પર ભરોસો કરીને તેને આ બધી વસ્તુઓ સોંપી દીધી અને રેડિટ પર પોસ્ટ કરી કે મેં મારી જ્વેલરી, મોબાઈલ ફોન બધું રેપિડો ડ્રાઈવરને આપી દીધા. આ સાથે જ તેણે આખી ઘટના પણ વિસ્તારથી પોતાની પોસ્ટમાં ક્લેરીફાય કરી હતી.
પોતાની પોસ્ટમાં વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે સવારે 8.30 વાગ્યે મારી પરિક્ષા હતી, પણ હું 7.45 કલાકે ઉઠ્યો. મારી પાસે 45 મિનિટ હતી મારા સેન્ટર સુધી પહોંચવા માટે. હું સાઉથ દિલ્હીમાં રહું છે અને મારું એક્ઝામિનેશન સેન્ટર પશ્ચિમ દિલ્હીમાં હતું આ રસ્તો જ 45 મિનિટનો હતો.
આપણ વાંચો: 30 વર્ષ નાની અભિનેત્રી સાથે કમલ હાસને કરી કિસ! સોશિયલ મીડિયામાં ટ્રોલિંગ શરૂ…
રેપિડોવાળા આલોકભૈયાને કારણે હું એક મિનિટ પહેલાં જ સેન્ટર પર પહોંચી ગયો. પરંતુ તેમ છતાં જ્વેલરી કે મોબાઈલ ફોન લોકરમાં મૂકવાનો સમય મારી પાસે નહોતો. આ કારણે મેં મારી જ્વેલરી અને મોબાઈલ ફોન આલોકભૈયાને આપીને તેમને મારી રાહ જોવા માટે કહ્યું.
વિદ્યાર્થીઓ પોસ્ટમાં આગળ એવું પણ લખ્યું હતું કે જ્વેલરી અને મોબાઈલ ફોન જોઈને કોઈનું પણ ઈમાન બદલાઈ જાય એમ હતું, પણ હું મારી પરીક્ષા આપીને બહાર આવ્યો ત્યાં સુધી આલોકભૈયા ત્યાં જ હાજર હતા અને તેમણે મને મારી વસ્તુઓ સોંપી દીધી. આઈ લવ યુ ભૈયા…
અત્યાર સુધીમાં આ પોસ્ટ રેડિટ પર વાઈરલ થઈ ગઈ છે અને યુઝર્સ તેના પર કમેન્ટ્સ અને લાઈક કરીને આલોકભૈયાના વખાણ કરી રહ્યા છે. તેઓ આલોકભૈયાના વખાણ કરતાં થાકી નથી રહ્યા.