24 કલાક બાદ બનશે ગજકેસરી રાજયોગ, ત્રણ રાશિના જાતકોને થશે ધનાધન કમાણી…

વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર દરેક ગ્રહ સમયાંતરે ગ્રહો ગોચર કરીને શુભાશુભ યોગનું નિર્માણ કરે છે. જેની અસર તમામ માનવજીવન અને દુનિયા પર જોવા મળે છે. 24 કલાક બાદ એટલે કે 28મી મેના આવો જ એક યોગ સર્જાવવા જઈ રહ્યો છે, જેને કારણે કેટલીક રાશિના જાતકોને પારાવાર લાભ થઈ રહ્યો છે.
મળતી માહિતી મુજબ 28મી મેના બપોરે 1.36 વાગ્યે ચંદ્ર વૃષભ રાશિમાંથી ગોચર કરીને બુધની રાશિમાં મિથુન ગોચર કરશે અને ગુરુ પણ મિથુન આ જ સમયે મિથુન રાશિમાં ગોચર કરશે. મિથુન રાશિમાં ગુરુ અને ચંદ્રની યુતિ થતાં ગજકેસરી રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ યોગને કારણે તમામ રાશિના જાતકો પર તેની ઓછા વધતા પ્રમાણમાં અસર જોવા મળશે, પણ ત્રણ રાશિઓ એવી છે કે જેમના પર આની વિશેષ અસર જોવા મળશે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-

આ જ રાશિમાં ગુરુ અને ચંદ્રની યુતિ થઈ રહી છે જેને કારણે આ રાશિ જાતકો પર તેની વિશેષ અસર જોવા મળી શકે છે. આ સમયે તમને સારા સમાચાર સાંભળવા મળી શરે છે. જીવનની સમસ્યાઓનો અંત આવી રહ્યો છે. પરીક્ષાની તૈયારી કરી રહેલાં લોકોને પણ આ સમયે સફળતા મળી રહી છે. સમાજમાં માન-સન્માનમાં વૃદ્ધિ થઈ શકે છે.

સિંહ રાશિના જાતકો પર પણ ગજકેસરી રાજયોગની અસર જોવા મળી શકે છે. આ રાશિના જાતકોના ભાગ્યમાં વધારો થશે. આવકમાં છપ્પરફાડ વધારો જોવા મળી શકે છે. બિઝનેસ કરી રહેલાં રાશિના જાતકોને પણ આ સમયે સફળતા મળી રહી છે. આર્થિક પડકારોનો સામનો કરી રહ્યા હશો તો આ સમયે એમાંથી પણ રાહત મળશે. આકસ્મિક ધનલાભ થઈ રહ્યો છે. લગ્ન માટે સારા સારા પ્રસ્તાવ આવી શકે છે.

કુંભ રાશિના જાતકોને ગુરુ અને ચંદ્રની યુતિથી બની રહેલાં ગજકેસરી રાજયોગથી લાભ થઈ રહ્યો છે. આ સમયે આ રાશિના જાતકોને આકસ્મિક ધનલાભ થઈ રહ્યો છે. આર્થિક સ્થિતિ સુધરી શકે છે. આવકમાં વધારો થઈ શકે છે. નોકરી બદલવાની તમારી ઈચ્છા પૂરી થઈ શકે છે. સંતાન તરફથી આ સમયે સારો એવો લાભ થઈ શકે છે.
આ પણ વાંચો….શશિ આદિત્ય યોગઃ આજથી પાંચ રાશિના જાતકોના અચ્છે દિન થશે શરૂ…